રાજુલા જાફરાબાદ વિસ્તારના રૂ.21.85 કરોડના નોન પ્લાન રસ્તાઓ મંજૂર થયા.

રાજુલા જાફરાબાદ વિસ્તારના રૂ.21.85 કરોડના નોન પ્લાન રસ્તાઓ મંજૂર થયા.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા અને પૂર્વ સંસદી સચિવ હીરાભાઈ સોલંકીની રજૂઆત બાદ કામો મંજૂર તથા રાજુલા જાફરાબાદ પંથકમાં આનંદની લાગણી.
રાજુલા જાફરાબાદ વિસ્તારના ગ્રામ્ય કક્ષાના નોન પ્લાન રસ્તાઓ માટે અમરેલી જિલ્લાના સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા તેમજ રાજુલા સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી રાજુલા જાફરાબાદ ગ્રામ્ય કક્ષાના નોન પ્લાન રસ્તા મંજુર કરવા માટે ધારદાર રજૂઆત કરી હતી અને બાદમાં પ્રતિનિધિ મંડળ દ્વારા રૂબરૂ પણ રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને ગુજરાત સરકારના મંત્રી જગદીશ પંચાલ દ્વારા નવ જેટલા નોન પ્લાન રસ્તાઓ મંજૂર કરતા આ વિસ્તારની ગ્રામ્ય પ્રજામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.આ રસ્તાઓમાં એમાં સાકરીયા રોડ છેલ્લાણા મોટા માણસા રોડ બાલાની વાવ થી કોળી કંથારીયા રોડ કેરાળા થી વડલી રોડ ભચાદર થી કડીયાળી રોડ એભલવડ થી મોટા માણસા રોડ સાધના વાવ થી દાતરડી રોડ જીજકા થી કણકોટ નો રોડ તેમજ પીપરીયા થી સોનારીયા સુધીનો રસ્તો મંજૂર થતા અંદાજિત ૪૫ જેટલા ગામોને આ રસ્તાનો ફાયદો થનાર છે ત્યારે આ નોન પ્લાન રસ્તો મંજૂર કરાવવા બદલ આ વિસ્તારની પ્રજાએ સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા કૌશિકભાઇ વેકરીયા તેમજ આ વિસ્તારના જાંબાઝ અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીનો હૃદય આભાર માન્યો હતો
રિપોર્ટ- મહેશ વરૂ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756