રાજકોટ ખાતે નેશનલ ગેમ્સ માટે સ્વિમિંગ પુલ તૈયાર કરવા તડામાર કામગીરી.

રાજકોટ ખાતે નેશનલ ગેમ્સ માટે સ્વિમિંગ પુલ તૈયાર કરવા તડામાર કામગીરી.
રાજકોટ : ગુજરાતમાં આવતીકાલથી ૩૬મી નેશનલ ગેમ્સનો શાનદાર પ્રારંભ થશે. આ સાથે જ રાજ્યમાં સ્પોર્ટ્સ ફિવર છવાઈ જશે. રાજકોટમાં રમત પ્રેમીઓના જોશ અને ઉત્સાહ વચ્ચે બીજી ઑક્ટોબરથી નેશનલ ગેમ્સની સ્વિમિંગ અને હોકીની સ્પર્ધાઓ શરૂ થવાની છે. ત્યારે હાલ સ્વિમિંગ પુલને સ્પર્ધાઓને અનુરૂપ બનાવવા માટે તડામાર કામગીરી ચાલી રહી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ મ્યુનિસિપલ કોર્પોરેશના તથા પોલીસ અધિકારીઓની ટીમ સાથે કોઠારિયા ખાતે આવેલા સ્વિમિંગ પુલનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ તૈયારીઓની સમીક્ષા કરી હતી. સ્વિમિંગ કોચ શ્રી બંકિમ જોશીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સ્વિમિંગ પુલમાં વિવિધ પ્રકારની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ઓટોમેટિક ટચ પેનલ, ડાયરેક્ટ ટચ ટાઇમ ડિસ્પ્લે, બેક સ્ટ્રોક ઇન્ડિકેટર, ગોલ પોસ્ટ સહિત સ્પર્ધા માટે જરૂરી તમામ સાધનો લગાવવાનું કામ ગતિમાં છે. ઉપરાંત વોટર પોલોની ટીમનું આજ સાંજથી આગમન થનાર છે. ત્યારે ખેલાડીઓના નિવાસ સહિતની વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756