પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાની જૂનાગઢના વિવિધ સમાજના નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિતિ

પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાની જૂનાગઢના વિવિધ સમાજના નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિતિ: ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો
મંત્રીશ્રીએ નવરાત્રી મહોત્સવના આયોજકોને બિરદાવી અવિરત જનકલ્યાણના કાર્યો કરવા માટે પ્રેરિત કર્યા
જૂનાગઢ : ગુજરાત સરકારના પંચાયત તથા શ્રમ-રોજગાર વિભાગના રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા જૂનાગઢમાં વિવિધ સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સહભાગી થયા હતા. આ તકે તેમણે આયોજકોને બિરદાવી અવિરત જનકલ્યાણના કાર્યો કરવા માટે પ્રેરિત કર્યા હતા.
આ નવરાત્રી મહોત્સવોમાં મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિથી ખેલૈયાઓનો ઉત્સાહ પણ બેવડાયો હતો.
ઉપરાંત વિવિધ સમાજના નવરાત્રી મહોત્સવના આયોજિકોએ મંત્રીશ્રીનું સ્મૃતિચિહ્ન, સાલ, ખેસ વગેરે દ્વારા સ્વાગત સન્માન કર્યું હતું.
મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ, શ્રી સોરઠીયા શ્રી ગોડ માળવીયા બ્રહ્મ સેવા સમિતિ, પ્રજાપતિ સમાજ, ખોડલધામ પ્રેરિત લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, લવકુશ ગ્રુપ, સિંધી સમાજ અને અંતે રોયલ ક્લબ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સહભાગી થયા હતા અને માતાજીના વિવિધ શક્તિ સ્વરૂપોના આશીર્વાદ મેળવ્યા હતા. આયોજકોએ મંત્રીશ્રીને આવકાર્યા હતા.
મંત્રીશ્રી આ નવરાત્રી મહોત્સવોમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, શ્રી કે. ડી.પંડ્યા, શ્રી શૈલેષભાઈ દવે તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756