ગોસા(ઘેડ ) ગામે વિના મૂલ્યે તા.૧૨ ના રોજ સદ ગુરુ નેત્રયજ્ઞ નું આયોજન

ગોસા(ઘેડ ) ગામે વિના મૂલ્યે તા.૧૨ ના રોજ સદ ગુરુ નેત્રયજ્ઞ નું આયોજન
રાજકોટની સદ્ ગુરૂ હોસ્પિટલ દ્વારા પોરબંદર ના ગોસા(ઘેડ ) ગામે વિના મૂલ્યે તા.૧૨ ના સદ ગુરુ નેત્રયજ્ઞ
રાજકોટની સદ્ ગુરૂ હોસ્પિટલ ખાતે ફેકો મશીનથી ટાંકા વગર વિના મુલ્યેઓપરેશન કરી આપશે
ગોસા(ઘેડ) : પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે રોડ પર પોરબંદરથી ૧૮ કિ.મી. દુર આવેલ ઘેડ વિસ્તારના જંકશન સમા ગોસા(ઘેડ) ગામે નેશલન હાઈવે રોડ પર આવેલ માતૃશ્રી પુરીબાઈ જીવનભાઈ લાખાણી હાઈસ્કુલમાં તા.૧૨/૧૦-૨૦૨૨ને બુધવારના રોજ સદગુરૂ આશ્રમ રોડ (કુવાડવા રોડ) પર આવેલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ના ઉપક્રમે વિંના મુલ્યે સુપર મેગા શ્રી સદગુરૂ નેત્રયજ્ઞનું માનવતા લક્ષી આયોજન કરવામાં આવ્યુ છે.
પ.પુ. શ્રીરણછોડદાસજીબાપુ ચેરીટેબલ (આંખની) હોસ્પિટલ રાજકોટમાં અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિના મુલ્યે નામાંકિત ડોકટરો દ્વારા સફળતા પુર્વક ઓપરેશન કરવામાં આવે છે. પ.પુ. શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ની સંસ્થા તરફથી અવાર નવાર સૌરષ્ટ્રભરમા છેક દુર દુર ના ગામોના દર્દીઓને પણ લાભ મળે તેવા ઉમદા હેતુથી આવા વિંના મુલ્યે સુપર મેગા શ્રી સદગુરૂ નેત્રયજ્ઞોના ગામડાઓમાં પણ હવે આયોજન કરવામાં આવે છે.
ત્યારે પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ) ગામે પણ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટની સંસ્થા તરફથી બુધવાર તારીખ ૧૨/૧૦/૨૦૨૨ના રોજ સવારના ૯-૩૦થી ૧૨-૩૦ વાગ્યા સુધી વિંના મુલ્યે સુપર મેગા શ્રી સદગુરૂ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આંખના રોગોનું વિના મુલ્યે નિદાન નામાંકિત ડોકટર દ્વારા કરી જરૂરિયાતવાળા મોતીયોના દર્દીઓને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દવાખાને હોસ્પિલની તેમની જ બસમાં લઇ જઇ ને ત્યાં અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિના મુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ત્યાં રહેવા જમવા સહિતની સુવિધા પણ મફત આપવામાં આવશે. તેમજ ઓપરેશન થયા બાદ બીજા દિવસે દર્દીને કેમ્પના સ્થળે પરત મુકવાની ફ્રિ વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. .
ગોસા(ઘેડ) ગામે યોજાનાર વિંના મુલ્યે સુપર મેગા શ્રી સદગુરૂ નેત્રયજ્ઞમાં નામ નોંધાવવા તથા કેમ્પ અંગે જરૂરી જરૂરી માહિતી માટે સરપંચ પોલાભાઈ આગઠ મો.૯૦૬૭૩૬૨૬૯૩, વિરમભાઈ આગઠ (પત્રકાર) મો. ૯૦૬૭૦ ૩૫૧૫૫, કારાભાઇ કાનાભાઈ ઓડેદરા મો. ૯૫૧૦૨ ૯૭૭૭૬ ત્થા લિલાભાઈ દુદાભાઈ મો ૯૯૭૮૯૦૮૬૦૪ સંપર્ક કરવા જણાવાયુ છે. આ નેત્રયજ્ઞમાં સરકારી ગાઈડ લાઈન મુજબ કોવિડ-૧૯(કોરોના) ના નિયમોનુ પાલન ચુસ્ત પણે કરવાનું રહેશે. કેમ્પમાં આવો ત્યારે આધારકાર્ડ ફરજીયાત લઇને આવવાનુ રહેશે. દર્દીઓએ સ્વચ્છ કપડાં પહેરી સાથે એક જોડી પણ લઇને આવવું. આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢવામાં નહી આપે તેની પણ નોધ લેવા જણાવાયુ છે.
રિપોર્ટ : વિરમભાઈ કે. આગઠ ગોસા(ઘેડ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756