રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૭માં ૮માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૭માં ૮માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
રાજકોટ માં મહાનગરપાલિકા સ્ટે.કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી-જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી-જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી-જુદી તારીખોએ ૮માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરેલ છે. જેના અનુસંધાને તા.૮/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૯ કલાકે શ્રી જે.જે.પાઠક પ્રાથમિક શાળાનં.૧૯ સરદારનગર મેઈન રોડ યાજ્ઞિક રોડ પાસે રાજકોટ ખાતે વોર્ડનં.૭માં ૮માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ અવસરે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે. લોકોને સરકારશ્રીની જુદી-જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી-જુદી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે. આ તકે લોકો વધુને વધુ સેવાઓનો લાભ લે તેવી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અનુરોધ કર્યો છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756