રાજકોટ ના લોધીકાના મોટાવડામાં પ્રેમલગ્ન કરવા મામલે યુવકના પરીવારજનો પર હુમલો.

રાજકોટ ના લોધીકાના મોટાવડામાં પ્રેમલગ્ન કરવા મામલે યુવકના પરીવારજનો પર હુમલો.
રાજકોટ ના મોટાવડામાં રહેતા સવિતાબેન કાંતીભાઈ બગડા ઉ.૪૦ તેના સસરા ગોવાભાઈ ચનાભાઈ બગડા ઉ.૬૪ દેર ભરતભાઈ ધરમશીભાઈ ઉ.૨૪ અને જેઠાણી ગીતાબેન ધરમશીભાઈ ઉ.૪૦ પોતાના ઘેર હતા ત્યારે ધસી આવેલા પ્રવીણ, ચમન, હર્ષા, અશોક, કાંતા અને કપીલાએ ઝઘડો કરી પાઈપથી માર-મારી મરચાની ભુકી છાંટતા ચારેય ઈજાગ્રસ્ત થતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા. વધુમાં ઈજાગ્રસ્ત સવિતાબેને જણાવ્યું હતું કે મારા પુત્ર જીતુએ થોડા સમય પહેલા અમારા પડોશમાં રહેતા પ્રવિણની પુત્રી તૃપ્તી સાથે પ્રેમ લગ્ન કરેલ હતા. જેનો ખાર રાખી પ્રવીણ તેમજ તેનો પરીવાર અવાર નવાર હેરાન કરતા હતા. જેથી જીતુ અને તૃપ્તી બન્ને રહેવા માટે રાજકોટના રૈયાધારમાં ગયા હતા. જે મામલે ગત રોજ યુવતીના પિતા માતા અને ભાઈ સહીતના શખ્સો આવી અમારી પુત્રીને પરત આપો કહી હુમલો કરી નાસી છુટયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્તોનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756