રાજકોટ માં દલિત સમાજ દ્વારા મૌન રેલી નું આયોજન કરવામાં આવેલ.

રાજકોટ માં દલિત સમાજ દ્વારા સિવિલ હોસ્પિટલ ડૉ.આંબેડકર ની પ્રતિમાં થી કલેક્ટર કચેરી સુધી ની મૌન રેલી નું આયોજન કરવામાં આવેલ.
રાજકોટ માં સવારે ૧૧ વાગ્યે રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાં થી કલેક્ટર કચેરી સુધી ની મૌન રેલીમાં દલિત સમાજને જોડાવવા અનુરોધ કરવામાં આવેલ હોય. દલિત આગેવાન સિધ્ધાર્થ પરમાર દ્વારા જણાવવામાં આવેલ કે દલિતો ને અન્યાય થતા પ્રશ્નો અધિકારીઓ ને રજુઆતો કરવા છતા દલિતો ને અન્યાય કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી ન થતી હોય તેમજ સમાજના માવજીભાઈ રાખશીયા છેલ્લા ૮ દિવસથી લાપતા હોય. તેમણે સમાજના પ્રશ્નનો ઉકેલ નહી આવેતો હુ આત્મવિલોપન કરીશ તેવી ચિમકી આપેલ હોય. આજ દિન સુધી તેમનો કોઈ અતો પતો નથી. આ સમર્થનમાં ઉત્તરપ્રદેશ થી આવેલ ભંતેજી દ્વારા સામાજીક આગેવાન માવજીભાઈ રાખશીયાએ આત્મ વિલોપન કરી લેવાનો સરકાર ને પત્ર લખી આજ ૭-૮ દિવસ થી લાપતા છે. તેના ભાગરૂપે છેક ઉત્તરપ્રદેશ થી આવી મોન રેલી માં ભાગ લીધેલ હોય. તંત્ર ની આંખ ખોલવા અને આપણા અધિકારોનું રક્ષણ કરવા દલિતો ઘર માંથી બહાર નીકળો તમારા સંગઠન નો પરિચય આપો, જો સમાજ સુતો રહેશે તો બીજી વખત ન્યાય મળવામાં પણ વિલંબ થશે. આપણી સાથે છે ક ઉત્તરપ્રદેશ થી બૌધ્ધ ભંતેજી બોધ્ધર, માવજીભાઈ રાખશીયાના સમર્થન માં આવેલ હોય તેમજ રાજકોટ જીલ્લાના ગામોમાં થી બહોળી સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા. દિલ્લી થી દલિત લીડર નિડર વક્તા અનીલ ગૌતમજી આવેલ હતા. કચ્છ થી ત્રિકમ સાહેબની જગ્યાના મહંતશ્રી ભરતદાસ બાપુ આવેલ હતા. હક અધિકારો માટે ઘર થી બાર નીકળો, એવી રાજકોટ દલિત સમાજ ની અપીલ છે. રેલીમાં દલિતો દ્વારા જય ભીમ, જય સંવિધાન, ના નારા સાથે બહોળી સંખ્યામાં છેક કલેક્ટર કચેરી સુધી મોન રેલીમાં રાજકોટ શહેર પોલીસનો સારો સાથ સહકાર આપેલ હોય.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756