દિવાળી નિમિત્તે દિવ્યાંગોને તાલિમ આપી ૨૦૦૦ જેટલા દીવડા તૈયાર કરાયા

દિવાળી નિમિત્તે દિવ્યાંગોને તાલિમ આપી ૨૦૦૦ જેટલા દીવડા તૈયાર કરાયા
Spread the love

દિવાળી નિમિત્તે દિવ્યાંગોને તાલિમ આપી ૨૦૦૦ જેટલા દીવડા તૈયાર કરાયા

માનસિક દિવ્યાંગો ની દિવ્યતાથી દીપોત્સવમાં ઘરે ઘરે દિવડા પ્રજવલી થશે.

હિંમતનગરમાં આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોને દિવડા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ દિવાળી નિમિત્તે માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા દીવડાઓનું વેચાણ કરવામાં આવશે.
આ સંસ્થામાં બાળકોને પ્રવૃતિશીલ રાખવાની સાથે તે પોતે પગભર બને અને ભવિષ્યમાં આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે શિક્ષણની સાથે ઉધોગ તાલીમ આપવામાં આવે છે.
સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલે જણાવ્યુ કે આ સંસ્થામાં ૧૮ વર્ષથી ઉપરના બાળકોને વિવિધ વસ્તુઓનું નિર્માણ કરતા શીખવવામાં આવે છે. આ દિવાળી નિમિત્તે આ બાળકો દ્વારા ૨૦૦૦ જેટલા દીવડા તૈયાર કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે આ બાળકોએ બનાવેલ આ દિવડાઓનું સ્થાનિક કક્ષાએ વેચાણ કરાય છે. આ વેચાણ ન નફો કે ન નુકસાનના ધોરણે કરવામાં આવે છે.
૧૮ વર્ષથી ઉપરના બાળકોને તથા દિકરીઓને પગલુછણીયા, મીણબત્તી, કોડિયા, તોરણ, ઝુમ્મર, કવર, ફુલના બુકે તેમજ રાખડીઓ તથા સિવણની તાલીમ વગેરે આપવામાં આવે છે.
ઉદ્યોગ શિક્ષિકા જીજ્ઞાબેન મહેતા જણાવે છે કે આ માનસિક દિવ્યાંગ બાળકોને આ રીતેનું શિક્ષણ આપવા માટે ખૂબ જ ધીરજ અને ખંતની જરૂર પડે છે. આ દિકરીઓની સતત સાથે રહીને આ કાર્ય કરવું પડે છે. આવી પ્રવૃત્તિ કરવી આ દિકરીઓને ખૂબ ગમે છે. શણગારેલા દીવડામાંથી રેલાતો પ્રકાશ તેમના મનની પવિત્રતાની સુવાસ ફેલાવે છે.
સંસ્થાના ટ્રસ્ટી મંડળ નાનુભાઇ પટેલ ,ડો.વી.એ.ગોપલાણી,
જશુભાઇ શાહ, ડો. નટુભાઇ પટેલ, ડો. મહેન્દ્રભાઇ સોની,ડો.ભગુભાઇ પટેલ તથા હિંમતનગરના અગ્રગણ્ય નાગરીકોએ આ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!