આપણે આપના દેશ માટે શું કરવું જોઈએ?

આપણે આપના દેશ માટે શું કરવું જોઈએ?
Spread the love

આપણે ત્યાં વરસોથી જેને કઈ કરવું છે અલગ હટકે કામ કરવું છે નવો ચીલો ચાતરવો છે એમને યોગ્ય માર્ગદર્શન પ્રોત્સાહન અને મદદ આપણે પુરી પાડી શકતા નથી .પછી એ વ્યક્તિ કંટાળીને ભારત છોડી વિદેશની વાત પકડે છે ત્યાં નામ અને દામ બન્ને ભરપુર કમાય લે છે પછી આપણે અહીં બેઠા બેઠા આ તો આપણા ભારતીય મૂળના છે ભારતીય છે કહી ખાલી ખાલી કોલર ઉંચો રાખીએ છીએ
કોઈ દિવસ આપના બુદ્ધિજીવીઓ મોટા મોટા ઉદ્યોગપતિઓ સામાજિક સંગઠનો એમ વિચારતા કેમ નહીં હોય કે દેશનું આ મહામુલું મોંઘેરું તેજસ્વી બુદ્ધિ ધન ભારત છોડવા કેમ મજબુર થાય છે આપણું આ મહામોલું મોંઘરૂં રત્ન આપના દેશમાં જ રહીને શા માટે આગળ આવી શકતા નથી? એમનો જીવ અહીં કેમ મુંજાઈ જાય છે ?આપને બધાએ ભેગા મળીને કઈ ક તો નિકાલ લાવવો જ પડશે.
હજુ સુધી સરકાર વિદેશ ધસડાઈ જતા આપણા ભુદ્ધિ ધનને રોકવા કોઈ નક્કર આયોજન કોઈ ચોક્કસ નીતિ બનાવી શકી નથી એ કડવી હકકિત છે શા માટે આ ભુદ્ધિ ધનને ભારતમાં જ કઈ કરવા પગલાં લેવાતા નથી દર વરસે ખરવો ખરવો રૂપિયા વિદેશી બેંકોમાં પગ કરી જાય છે ત્યાંની બેકોમાં અમુક રૂપિયા વરસો સુધી પડી રહે છે બે નંબરના રૂપિયા હોવાથી અહીં ઘરવાલાને પણ જાણ હોતી નથી ત્યાંની સરકાર આવા રૂપિયા જપ્ત કરી લે છે દેશના રૂપિયા દેશમાં જ રહે તો દેશના વિકાસમાં ઉન્નતિ પ્રગતિમાં કામ લઈ શકાય .આપણું વિદેશી હૂંડિયામણ પણ બચી જાય
સરકાર તાત્કાલિક આ અધધ રૂપિયા ભારતમાં જ રહે એવું સાનકુળ વાતાવરણ પૂરું પાડે
ભારતીયો વિદેશ જઇ નામ દામ કમાઈને પણ માતૃભાષા માતૃભૂમિને ભુલતા નથી દર મહિને પરિવારને અમુક રકમ તો મોકલે જ છે દેશ અને દેશવાસીઓને મદદ કરતા રહે છે
હવે આપના માટે એક ખુશીના સમાચાર છે કે અમેરિકામાં રહેતા મૂળ ભારતીયો એક સંગઠન બનાવી આગામી 2 માર્ચ 2023 ના રોજ ઇન્ડિયા ગિવિંગ ડે મનાવવાની જાહેરાત કરી છે આ વરસે આ ગ્રુપ 24 567 કરોડ રૂપિયા ભેગા કરી આપના દેશમાં મોકલવાનું આયોજન કરી રહ્યું છે આ રકમ દેશમાં ભુખમરા અને ગરીબી સામે લડત ચલાવવા ઉપયોગમાં લેવાશે.
ભારતીય મૂળના લોકો અમેરિકામાં આજે વરસોથી હોટેલ મોટેલના બિઝનેસમાં સેટ થઈને સારું એવું કમાઈ લે છે હવે આ લોકો દેશ માટે કઈક કરવા માંગે છે એ ખુબ જ સરાહનીય વાત છે
આ તો એન.આર.આઈ ગ્રુપની વાત થઈ.આપણે પણ આપણા દેશ માટે કઈ કરવું જોઈએ એમ તમને નથી લાગતું? આ ગ્રુપમાંથી કઈ શીખ મેળવી એમનું અનુકરણ કરવું જોઈએ એમ નથી લાગતું ?
આપના મોટા મોટા ફિલ્મસ્ટાર કરોડો કમાઈ લેતા ક્રિકેટરો મોટા મોટા ઉદ્યોગકારો મોટા મોટા રાજકીય પક્ષો સમજસેવકો સ્વૈચ્છિક સંગઠનો જાગૃત નાગરિકો ભેગા મળે તો ચમત્કાર થાય એમ છે એક અંદાજ અનુસાર 25 કરોડ ભારતીયોને એક જ ટાઈમ ભોજન મળે છે બીજા સમયનું ભીંજન મળતું નથી 10 કરોડ ભારતીયો રેલવે સ્ટેશનની આજુબાજુ ઝૂંપડપતિઓ ફ્લાય ઓવર પુલો નીચે સડી રહ્યા છે દેશમાં હજુ આરોગ્ય માટે ઘણું કામ કરવાનું બાકી છે હજુ સુધી આપણે આપણા બાળકો માટે સારું સસ્તું કોલીટીવાલુ શિક્ષણ માળખું ઉભું કરી શક્યા નથી આ બધા ભગીરથ કામો માટે પુષ્કળ રૂપિયા માનવ શ્રમ માનવ કલાકો જોઈએ છે આપને પણ આપણાથી બને એટલા ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી સહયોગ આપીએ એ સમયની માંગ છે આપની આવકનો એક હિસ્સો આપી આપણે એમાં ફાળો તો આપી શકીએ છીએ કોશિશ તો કરી શકીએ છીએ
આપણે અમેરિકન ગ્રુપ પાસેથી પ્રેરણા લેવાની નથી એ લોકો આપણું કામ જોઈ આપણામાંથી કઈ શીખે એવું વાતવરણ તૈયાર કરવાની આપના બધાની જવાબદારી અને ફરજ છે આપને આપતા રહીશું તો ઓટોમેટિક આપની પાસે બધું આવતું જ રહેશે
ચાલો તમેં તૈયાર છો ને?
જય હિંદ વંદે માતરમ.
સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા.
સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!