જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે કાનૂની જાગૃતિ તાલીમ યોજવામાં આવી

જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે કાનૂની જાગૃતિ તાલીમ યોજવામાં આવી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે કાનૂની જાગૃતિ તાલીમ યોજવામાં આવી હતી.
જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના વધાવી, વિજાપુર ખાતે તેમજ વંથલી તાલુકાના ટીકર ગામમાં મહિલાઓ માટે કાનૂની જાગૃતિ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં બહેનોને કામકાજના સ્થળ પર કયા પ્રકારના દુરવ્યહારને જાતીય સતામણી કહેવાય. તેમજ જો આ પ્રકારની સત્તામણીનો ભોગ બહેન બને છે તો આની અરજી કયા સ્થળ પર કરી શકે કેટલા દિવસમાં કરી શકે તેના માટે શું કાયદાકીય જોગવાઈ હોય છે. તેમાં દંડ અને સજાના શું પ્રાવધાનો હોય છે.
આ ઉપરાંત ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બહેનોને ઘરેલુ હિંસા એટલે શું, કેટલા પ્રકારની હિંસાને ઘરેલુ હિંસા કહેવાય, આ પ્રકારની હિંસા થતી હોય તો બહેનને સરકારશ્રીની વિવિધ યોજનાઓ મારફત કઈ રીતે લાભ મેળવી શકે વગેરે બાબતની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અંતર્ગત ચાલતી મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં કુલ ૩૦૯ લાભાર્થી બહેનો સહભાગી થયેલ હતી. તમામ બહેનોને કીટ આઈઈ સી વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756