ડભોઇ શિનોર ચોકડી પાસે બેન્ક ના એ.ટી.એમ ને નિશાન બનાવતા તસ્કરો

શિયાળા ની શરૂઆત થતા જ તસ્કરો સક્રિય થતા ડભોઇ ની શિનોર ચોકડી પાસે આવેલ આઈ.ડી.એફ.સી બેંક ના એ.ટી.એમ ને તોડવાનો પ્રયાસ કર્યો હતો.રાત્રી દરમિયાન આવેલ તસ્કરોએ બેન્ક ના સી.સી.ટી.વી અને એ ટી એમ મશીનને પણ નુકસાન પહોચાડ્યું હતું.પરંતુ તસ્કરો એ ટી એમ તોડવામાં નાકામ રહ્યા હતા. સમગ્ર બનાવ ને પગલે ડભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી હતી.જાણવા મળ્યા મુજબ ઓ.ટી.પી સિસ્ટમના કારણે તસ્કરો એ.ટી.એમ માં થી પૈસા કાઢવામાં નાકામ રહ્યા હતા.
પોલીસ દ્વારા આસપાસ ના સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી આગળ ની કાયદેસર નીં કાર્યવાહી હાથ ધરી હતી.કહેવાય છે કે જ્યાં ચોરી નો બનાવ બન્યો ત્યાં નજીક જ શિનોર ચોકડી પોલીસ ચોકી આવેલી છે જે થી ચોરી નો બનાવ બનતા પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠવા પામ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756