વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા વિસ્તાર દીઠ એક પોલીંગ બુથ યુવા પોલીંગ તરીકે રહેશે

વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા વિસ્તાર દીઠ એક પોલીંગ બુથ યુવા પોલીંગ તરીકે રહેશે
Spread the love

અવસર છે લોકશાહીનો…

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨

વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા વિસ્તાર દીઠ એક પોલીંગ બુથ યુવા પોલીંગ તરીકે રહેશે

ચૂંટણી પંચ દ્વારા પ્રત્યેક વિધાનસભા બેઠકો પર યુવા પોલીંગ સ્ટાફ નિયુક્ત કરવાની પહેલ કરવામાં આવી

અમરેલી પ્રાથમિક કન્યા શાળા યુવા પોલીંગ બુથ તરીકે નિયત કરવામાં આવ્યું

અમરેલી : રાજ્યમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અન્વયે ચૂંટણી પંચ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં પ્રત્યેક વિધાનસભા બેઠકોમાં એક-એક યુવા પોલીંગ સ્ટાફ ધરાવતું મતદાન મથક તૈયાર કરવામાં આવશે. આ મતદાન મથકો પર ૨૫-૩૦ની વયજૂથના કર્મચારીઓ મતદાનના દિવસે તેમને સોંપવામાં આવી હોય એ ફરજ બજાવશે. આ નવતર પહેલ અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુસરતા ૯૫-અમરેલી વિધાનસભાના એક પોલીંગ બુથ માટે યુવા પોલીંગ સ્ટાફની નિમણુક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મદદનીશ ચૂંટણી અધિકારી ૯૫-અમરેલી વિધાનસભા મતદાર વિભાગ-મામલતદાર અમરેલી ગ્રામ્યની એક યાદી મુજબ અમરેલી વિધાનસભા વિસ્તારના મતદાન મથક ૧૭૨, અમરેલી-૫, પ્રાથમિક કન્યા શાળા, પૂર્વ બાજુનો રૂમ નં.૨માં યુવા પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. મહત્વનું છે કે, આ પ્રકારે જિલ્લાની તમામ વિધાનસભામાં એક મતદાન મથક યુવા પોલીંગ બુથ તરીકે નિયત કરવામાં આવતા ૨૫ થી ૩૦ વર્ષની વય ધરાવતા હોય તેવા યુવા અધિકારી – કર્મચારીઓ ચૂંટણીલક્ષી ફરજ બજાવી કામગીરી માટે કાર્યરત રહેશે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

LOKARPAN-@-Official-✍🏻-20221029_154334.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!