અમરેલી જિલ્લામાં તા.૦૬ નવેમ્બર સુધી સભા-સરઘસ હથિયારબંધી

અમરેલી જિલ્લામાં તા.૦૬ નવેમ્બર સુધી સભા-સરઘસ હથિયારબંધી
Spread the love

અમરેલી જિલ્લામાં તા.૦૬ નવેમ્બર સુધી સભા-સરઘસ હથિયારબંધી

અમરેલી : હાલમાં ચાલી રહેલી તહેવારોની શ્રૃંખલાઓ અને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭(૧), ૩૭(૩), અને ૩૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.૦૬ નવેમ્બર, ૨૦૨૨ સુધી જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, બંદૂક વગેરે જેવા હથિયારો લઈ જવાની, સ્ફોટક પદાર્થો લઈ જવાની, વ્યક્તિઓના પૂતળા દેખાડવાની કે છટાદાર ભાષણ આપવા સહિતના કૃત્યો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના કોઈ સભા, મંડળી ભરવાની કે સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ફરજ પર હોય તેવા પોલીસ તથા હોમગાર્ડ સહિતના ફરજ પર હોય તેવા સરકારી તેમજ અર્ધસરકારી અધિકારીઓ-કર્મચારીઓ, સ્મશાન યાત્રા, વરઘોડા ઉપરાંત શારીરિક અશક્તિના કારણે લાકડી લઈને ફરવું જરૂરી છે તે વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

LOKARPAN-@-Official-✍🏻-20221029_154334.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!