તા.૩૦ નવેમ્બર સુધીમાં પેન્શનરોએ તેમના રોકાણની વિગતો જિલ્લા તિજોરી કચેરીને પહોંચાડવી
તા.૩૦ નવેમ્બર સુધીમાં પેન્શનરોએ તેમના રોકાણની વિગતો જિલ્લા તિજોરી કચેરીને પહોંચાડવી
અમરેલી : અમરેલી જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા હોય તેવા પેન્શનરોએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કેન્દ્ર સરકારના આવકવેરાના જૂના વિકલ્પમાં યથાવત રહેવા માટે જરૂરી દસ્તાવેજો આગામી તા.૩૦ નવેમ્બર સુધીમાં જિલ્લા તિજોરી કચેરી અમરેલીને પહોંચાડવાના રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના જે પેન્શનરોની આવક નિયત મર્યાદાથી વધતી હોય તેવા પેન્શનરોએ સ્વ આકરણી કરી રોકાણ સહિતની વિગતો અથવા રોકાણ અંગેની બાહેંધરીની સ્વપ્રમાણિત નકલ સાથે જિલ્લા તિજોરી કચેરીને મોકલવાની રહેશે. જે પેન્શનરોના આ દસ્તાવેજો નિયત મર્યાદા સુધીમાં નહીં પહોંચાડે તે નવો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેવું માની, તેમની આવકમાંથી આવકવેરાની નિયમ અનુસાર કપાત કરવામાં આવશે. આ ઉપરાંત પેન્શનરના પાનકાર્ડની નકલ તથા મોબાઈલ નંબર સહિતની વિગતો જિલ્લા તિજોરી કચેરીને પહોંચાડવાના રહેશે. પાનકાર્ડ ઉપલબ્ધ ન હોવાના લીધે ઉચ્ચક દરે નિયમ અનુસાર આવકવેરો કાપવામાં આવશે. વધુ વિગતો અને માહિતી – માર્ગદર્શન માટે જિલ્લા તિજોરી કચેરીનો સંપર્ક કરવો તેમ જિલ્લા તિજોરી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756