થરાદ ડીસા હાઈવે ઉપર સર્જાયો અકસ્માત

બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ ખાતે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવા નાં હોઈ તેમનાં કાયૅક્રમ ની નજીક માં હેલીપેડ ખાતે થરાદ ડીસા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.સરકારી વાહનો રસ્તા ની બંને બાજુ માં ખુબ મોટા પ્રમાણમાં પાકિગ કરેલા હોવાથી અવરજવર માં અગવડતા પડી રહી છે જ્યાં અકસ્માત સર્જાયો હતો.પ્રધાનમંત્રી ના બંદોબસ્તમાં આવતી પોલીસની ખાનગી બલેનો અને ઇક્કો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં ઇક્કો ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જયારે મહિલા પોલીસ કમૅચારી ઘાયલ થવા પામી હતી જેને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ડીસા થરાદ હાઇવે પર અકસ્માત સર્જાતાં એક કિલોમીટર સુધી બંને બાજુ વાહનોની લાગી કતારો લાગી હતી.પ્રધાનમંત્રી ની સભા ની કામગીરી શરૂ હોવાથી ટ્રાફિક નું ડ્રાયવરઝન નહિ આપવાના કારણે અકસ્માત નું સજૅન થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756