નડાબેટ ટુરિઝમમાં દિવાળી વેકેશનને લઈ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો.

નડાબેટ ટુરિઝમમાં દિવાળી વેકેશનને લઈ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો.
ગુજરાતભર માંથી રોજ હજારો સાહેલાણી ઓ નડાબેટ ટુરિઝમ માં ઉમટ્યા.
દિવાળીના મીની વેકેશન ને લઈ દરેક લોકો કોઈને કોઈ જગ્યાએ નાનો મોટો પ્રવાસ કરતા હોય છે,ત્યારે ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું નડાબેટ ટુરિઝમમાં અસંખ્ય પ્રવાસીઓનો ધસારો રહે છે, ભારત પાક.આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નડાબેટ ખાતે બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીના દર્શને પણ અસંખ્ય લોકો આવે છે,એ જોઈ બોર્ડરનો વિકાસ થાય તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા નડાબેટ નજીક 125 કરોડના ખર્ચે BSFની થીમ પર બોર્ડર ટુરિઝમ બનાવવામાં આવ્યું છે,જેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થયા બાદ અહીં ગુજરાતભર માંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે,જેમાં દિવાળીના મીની વેકેશનને લઈ તા.24 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર એમ દિવાળીના અઠવાડિયામાં હજારો લોકોએ ઇન્ડો.પાક.બોર્ડર અને ટુરિઝમ ની મુલાકાત લીધી હોવાનું ટુરિઝમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું,દિવાળીના દિવસથી 31ઓક્ટોમ્બર સુધી પ્રવાસીઓનો સતત ધસારો વધતો રહ્યો છે,જેમાં માત્ર 8 દિવસમાં 80000.એંસી હજારથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લઇ રેકોર્ડ સર્જ્યો છે, દર શનિવાર અને રવિવાર ના દિવસે બોર્ડર પર આમ નાગરિકોને જવાની છુટ્ટી છે,પરંતુ દિવાળીના તહેવારોને જોતા હમણાંથી બોર્ડર જવા છુટ્ટી અપાઈ છે,ટુરિઝમમાં 1971ના ભારત પાક.યુદ્ધમાં વપરાયેલ હથિયારો BSFની કાર્યપદ્ધતિની ફિલ્મનું નિદર્શન બતાવવામાં આવે છે,ઉપરાંત બોર્ડર જવાના રસ્તે ફાઈટર વિમાન,ટોરનેડો, ટેન્ક,મિસાઈલ,સહિતની વસ્તુઓ અને સેલ્ફીપોઇન્ટ બનાવવામાં આવ્યા છે,સાંજે ટુરિઝમમાં BSF દ્વારા પરેડ કરવામાં આવે છે,જ્યાં બનાવવામાં આવેલ ઓડોટોરિયમમાં હજારોની સંખ્યામાં લોકો પરેડ જોઈ BSFની કાર્યપધ્ધતિ થી માહિતગાર થાય છે,મોટી સંખ્યામાં નડાબેટ બોર્ડરની મુલાકાતે આવતા સહેલાણીઓને જોતાં નડાબેટ બોર્ડર એ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું ટુરિઝમ હબ બની રહ્યું છે.
રિપોર્ટ : ઝાલા જીતેન્દ્રસિંહ સુઇગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756