તેનતલાવ ગામે તસ્કરો એ એક જ રાત માં બે બંધ મકાન ને નિશાન બનાવ્યા

છેલ્લા ઘણા સમયથી ડભોઇ પંથકમાં વારંવાર ચોરીના બનાવો બનતા રહે છે છેલ્લા બે દિવસમાં આઈ ડી એફ સી નો એ ટી એમ નો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ દરગાહ ની દાન પેટી તોડી ચોરી નો બનાવ બનવા પામ્યો હતો ત્યારે આજરોજ ડભોઇ તાલુકા ના તેન તલાવ ગામે એક જ રાતમાં બે ઘરોને નિશાન બનાવી તસ્કરો ભાગી છૂટ્યા હતા. મળતી માહિતી મુજબ તેનતાલાવ ખાતે રહેતા હિતેનભાઈ મણીલાલ પટેલ ભાઈબીજ કરવા વડોદરા ખાતે તેઓના બહેનને ત્યાં રાત્રી રોકાયા હતા દરમિયાન તેન તલાવ પુનિત ફળિયા માં તેઓના બંધ મકાન ને નિશાન બનાવી તસ્કરો એ હાથ ફેરો કરતા સોના ચાંદી દાગીના ઉપરાંત બાજુ નાં ફળિયા માં રહેતા અક્ષયભાઈ પટેલ નાં ઘર નું તાળુ તોડી સોના ની લક્કી તેમજ રોકડ રકમ ની ચોરી કરી અજાણ્યા તસ્કરો ભાગી છૂટયા હતા.તે અંગે ની ફરિયાદ ચાંદોદ પોલીસ સ્ટેશન ખાતે એફ.આઇ. આર નોંધાવી સોના ચાંદી નાં દાગીના સહિત રોકડ રકમ મળી આશરે કિંમત ૧,૬૩,૦૦૦ ચોરી ની ફરિયાદ કરવામાં આવી હતી ચાંદોદ પોલીસ દ્વારા ફરિયાદ નાં આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હવે ડભોઇ પોલીસ દ્વારા રાત્રે વાહનોની સઘન ચેકિંગ થાય તેમજ પેટ્રોલિંગ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756