ડભોઈ તાલુકા ના બાણજ ગામે ડે.સરપંચ એ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કર્યો

આજરોજ ડભોઇ દર્ભાવતિ ના ધારાસભ્ય તેમજ ઉમેદવાર શૈલેષભાઈ મહેતા એ બાણજ ગામ ખાતે પ્રચાર અર્થે પહોંચ્યા હતા અને બાણજ ગામ ના સરપંચ શ્રીમતિ મોના રાજેશભાઈ બારોટ અને શ્રીમતી સૂમિત્રાબેન વસાવા એ શૈલેષભાઈ મહેતા નું સ્વાગત કર્યું હતું. અને વિજય તિલક કરી ને બહુમતી થી વિજય થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.સાથે જ બાણજ ગામ ના ડેપ્યુટી સરપંચ યોગેશ પટેલ અને તેમના સાથી કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી અને શૈલેષભાઈ મહેતા ના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.આ પ્રસંગે રાજેશભાઈ બારોટ,જીતેન્દ્રભાઇ પટેલ,કીરણભાઇ,અજયભાઇ,સંજયભાઈ,મહેશભાઈ,સુરેશભાઈ, શૈલેશભાઇ બારોટ, અને તમામ બાણજ ના વડીલો આગેવાનો તેમજ કાર્યકરો એ ફુલહાર કરી શૈલેષ મહેતા નું ભવ્ય સ્વાગત કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756