ખેડબ્રહ્મા: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની ઉજવણી.

ખેડબ્રહ્મા: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની ઉજવણી.
ખેડબ્રહ્મા શહેરમાં આવેલી શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે તથા લક્ષ્મીપુરા ચાર રસ્તા ચોકડી પાસે આવેલ ડો. બાબા સાહેબની પ્રતિમા આગળ સ્કેન્ડલ માર્ચ યોજી ભારત રત્ન ડૉ. બાબા સાહેબ ના નિર્વાણ દિન ની ઉજવણી કરવામાં આવી હતી
અખિલ ભારતીય પરિષદ દ્વારા
શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે પ્રાર્થના સભામાં બાબાસાહેબ ના નિવૉણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બહુ જનોના કલ્યાણ માટે જન્મ લેનાર મહામાનવ તા.14-4-1891
,મૃત્યુ તા. 6 12 1956 ની વચ્ચે 65 વર્ષના આયખામાં ક્ષણે ક્ષણે સંઘર્ષ કરનાર, વિશ્વવિભૂતિ
બહુજનોના મસીહા,તારણહાર એક જ આયખામાં અનેક જીવન જીવનાર અનંતની યાત્રાએ રવાના થઈ ગયા હતા.
ભારત રત્ન ડો. બાબા સાહેબના જીવનના સંસ્મરણોને યાદ કરી નિવૉણ દિન નિમિત્તે તેમને સાચી સલામી આપી દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.
શાળા ના આચાર્ય સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ વિભુતી ના સંઘર્ષમય જીવનમાં થી દરેક સમાજના અગ્રણીઓ અને યુવાઓ એ ઘણું બધું જાણવા અને સમજવા જેવું છે
બાબાસાહેબના નિર્વાણ દિન નિમિત્તે તેમને સલામી આપી વિચારધારા મજબૂત કરવા
પૂરા ગુજરાતમાં સ્વયં સૈનિક દળ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
ભવાન સિંહ વાઘેલાએ પણ ડોક્ટર બાબા સાહેબ ના જીવન ચરિત્ર માંથી ઘણો બધો બોધપાઠ લઈ શકાય છે તેવી વાત વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી હતી
શ્રી જ્યોતિ વિદ્યાલયના
ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમારે પણ મહા માનવ ડો. બાબા સાહેબ ના જીવન ચર્ય થી મૃત્યુ સુધીની જીવન યાત્રા માં થી ઉપયોગી માહિતી બાળકોને આપવામાં આવી હતી.
સ્વયમ સેવક દળ ના સ્વયંસેવકોએ ભારત રત્ન ડૉ બાબા સાહેબ આંબેડકર ને યુવા પેઢી ઓળખતી થાય તેમના જીવનમાંથી બોધપાઠ મેળવે તે અંતર્ગત બાળકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો ,ભવાન સિંહ વાઘેલા માધ્યમિક સ્ટાફ,પ્રાથમિક સ્ટાફ તેમજ ખુબ મોટી સંખ્યામાં બાળકો એ ભાગ લીધો હતો
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756