જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં 15 વર્ષના તરુણની કરપીણ હત્યાથી ભારે ચકચાર

જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં 15 વર્ષના તરુણની કરપીણ હત્યાથી ભારે ચકચાર
Spread the love

જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં 15 વર્ષના તરુણની કરપીણ હત્યાથી ભારે ચકચાર

• કોઈ અજ્ઞાત શખ્સો ધારિયા અને છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી ફરાર થયા

• પંચકોશી એ. ડિવિઝન પોલીસ તેમજ એલસીબીની ટિમ ઘટના સ્થળે: મૃતદેહ પાસેથી હથિયાર પણ મળી આવ્યા

જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામની સીમમાંથી આજે ૧૫ વર્ષના તરુણની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં ચકચાર જાગી છે. કોઈ અજ્ઞાત શખ્સો દ્વારા માથામાં ધારિયાનો ઘા ઝીંકી દીધા બાદ ગુપ્ત ભાગે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી ભાગી છુટ્યા હતા. પંચકોશી એ. ડિવિઝન અને એલસીબીનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને મૃતદેહ તેમજ હથિયારનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતા પંકજ કાળુભાઈ ડામોર નામના ૧૫ વર્ષના તરૂણનો લોહીથી લથબથ મૃતદેહ પસાયા ગામની સીમ વિસ્તારમાંથી આજે સવારે મળી આવ્યો હતો.

આ બનાવની જાણ થતા પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો તેમજ એલસીબી ની ટુકડી વગેરે પસાયા ગામની સીમમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સાંભળી આગળની તપાસ હાથ ધરી હતી. ૧૫ વર્ષનો તરુણ પંકજ કે જેના માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેવાયો હતો, ઉપરાંત ગુપ્ત ભાગે પણ છરી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હતી. ત્યારબાદ બંને હથીયાર સ્થળ પર મૂકીને હત્યારા ભાગી છુટ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને પસાયા બેરાજા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ છે.

 

રિપોર્ટ : કપિલ મેઠવાણી જામનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!