જામનગરની પાંચેય વિધાનસભાની બેઠકની મતગણતરી માટેનું રિવર્સ કાઉન્ટ ડાઉન શરૂ

જામનગરની પાંચેય વિધાનસભાની બેઠકની મતગણતરી માટેનું રિવર્સ કાઉન્ટ ડાઉન શરૂ
– હરિયા કોલેજના સ્થળ પર જિલ્લા કલેકટર-એસ.પી.સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ વિઝીટ માટે પહોંચ્યો
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની મતગણતરી આવતીકાલે જામનગરની હરિયા કોલેજમાં યોજાવા જઈ રહી છે, ત્યારે ઉપરોક્ત મત ગણતરીના સ્થળની મુલાકાત લેવા માટે આજે જીલ્લા કલેક્ટર- એસપી સહિતના અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો, અને સ્થળનું નિરીક્ષણ કર્યા પછી સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.
જામનગરના જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર ભાવેશ એન. ખેર, શહેર વિભાગના પ્રાંત અધિકારી ડી. ડી. શાહ, શહેર વિભાગના ડીવાયએસપી વસાવા સહિતના અધિકારીઓ વગેરે સ્થળ પર પહોંચ્યા હતા, અને સમગ્ર મત ગણતરી સ્થળની વિઝીટ કર્યા પછી કાઉન્ટિંગ વ્યવસ્થા માટેની સમીક્ષા કરી હતી.
હરિયા કોલેજના સ્થળે મતગણતરીની પ્રક્રિયાઓ શાંતિ રીતે પૂર્ણ થાય, તે માટે પોલીસ બંદોબસ્ત તેમજ હોમગાર્ડ અને લશ્કરી દળના જવાનોનો કાફલો તહેનાતમાં મૂકી દેવાયો છે, અને મત ગણતરીની પ્રક્રિયાનું રિવર્સ કાઉન્ટ ડાઉન્ડ શરૂ કરી દેવાયું છે. જામનગર શહેર જિલ્લાની જનતા જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે, તે મતગણતરીની સમગ્ર વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756