કરુણા ફાઉન્ડેશનની 18 વર્ષની જીવદયા યાત્રા 2023નાં વર્ષને “જીવદયા વર્ષ” તરીકે ઉજવાશે

કરુણા ફાઉન્ડેશનની 18 વર્ષની જીવદયા યાત્રા
2023નાં વર્ષને “જીવદયા વર્ષ” તરીકે ઉજવાશે
સમગ્ર ભારતમાં નિઃશુલ્ક પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન 10 (દસ) એમ્બ્યુલન્સ, બે બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 8,00,000 જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર કોરોનાકાળ દરમિયાન 3 મહિનામાં દોઢ કરોડ રૂપીયાના માતબર ખર્ચે જીવદયા પ્રવૃતિઓ કરાઈ જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, વેરાવળ, જુનાગઢ, ચોટીલા, મહુવા, દ્વારકા, થાન, મોરબી, દિવ, બોટાદ સહિતના 50 સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની.વાર્ષિક ચાર કરોડના માતબર ખર્ચે સેવારત નિઃશૂલ્ક એનીમલ હેલ્પલાઇન, નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ,શેલ્ટર (પાંજરાપોળ) તથા અન્નક્ષેત્ર સેવારત વિશ્વનું સૌપ્રથમ એવું, પશુ—પક્ષીઓ માટેનું રોજીંદુ ‘હરતુ ફરતુ અન્નક્ષેત્ર’ પણ સેવારત
સંસ્થા દ્વારા રાષ્ટ્રીય—આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીવદયા, ગૌસેવા, અભયદાન, શાકાહાર, જીવરક્ષા પ્રવૃતિઓનો સતત પ્રચાર–પ્રસાર રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 18 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં 8,00,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે, નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 10 (દસ) એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 9000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન–સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ–પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્થાની જ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. કુતરીઓનાં 590 જેટલા ઓપરેશન, 610 થી વધારે ગૌ માતાના હોર્ન કેન્સરના (શીંગડાનું કેન્સર) ઓપરેશન કરવામાં આવ્યા છે. આસ–પાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ગૌશાળામાં 260 જેટલા પશુ રોગ નિદાન—સારવાર કેમ્પ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ભારતનો સર્વ પ્રથમ એવો “પશુ-પક્ષીઓના અંધત્વ નિવારણ’’ માટેનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, સતત કરવામાં આવે છે. ગૌશાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન, અવેડા તેમજ ચબુતરા બનાવવા– ટ્રેવીસ તેમજ અન્ય સાધન સામગ્રી ફીટ કરાવવી સહીતની પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ એવા શ્વાન તથા બિલાડીઓ માટેનાં “દંત ચિકિત્સા કેમ્પ”, “ચર્મ ચિકિત્સા કેમ્પ”, “નેત્ર ચિકિત્સા કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કતલખાને જતા ગૌવંશ, ગૌમાતા, મરઘા,પક્ષીઓ વિ. ને બચાવવામાં ટ્રસ્ટ આવી પ્રવૃતિઓ કરતી સંસ્થાઓને મદદરૂપ થાય છે.સમગ્ર ભારતમાં, 18 વર્ષમાં અંદાજે 20,00,000 ચકલીનાં માળા, પક્ષીના પાણી પીવાનાં કુંડાનુ નિઃશુલ્ક વિતરણ કરાયું છે. ગૌમાતાની પાણી પીવાની કુંડી સંસ્થા દ્રારા નિઃશુલ્ક આપવામાં આવે છે. સંસ્થા દ્વારા નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. જુની શ્રીજી ગૌશાળા(ગોંડલ રોડ, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, વાવડી, રાજકોટ) ખાતે તેમજ શેણી મેમોરિયલ ટ્રસ્ટ, ન્યુ શ્રેયસ સ્કૂલ સામે, શેઠનગરની બાજુમાં, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડની પાછળ, નાગેશ્વર તીર્થ સામે, માધાપર ચોકડી પછી, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે સંસ્થાની નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટર (પાંજરાપોળ) માં અંદાજે 1200 જેટલા બીમાર, અશકત,ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત, મળે છે. આ હોસ્પિટલમાં ઓપીડી રૂમ, ઓપરેશન થીયેટર, સ્ટાફ કવાટસ બડ હાઉસ, ગૌશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવીધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ઓપરેશન સહિતની તમામ સુવીધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રની ગૌશાળા–પાંજરાપોળોને આ નિઃશુલ્ક સુવિધાનો લાભ મળે છે.
કોરાનાના 3 મહિનાના લોકડાઉનનાં સમયગાળા દરમ્યાન દોઢ કરોડ રૂપીયાનાં માતબર ખર્ચે અને 9 કંટ્રોલ રૂમો દ્વારા રાજકોટ અને આસપાસના 40 કિ.મી. નાં વિસ્તારમાં અબોલ જીવોને ખોરાક, પાણી, સારવાર પહોંચાડવામાં સંસ્થા નિમીત બની હતી. દુષ્કાળ સમયે 7 જેટલા કેમ્પોનાં માધ્યમથી 6,500 જેટલી ગૌમાતા,ગૌવંશનાં નીભાવમાં સંસ્થાનાં અગ્રણીઓ નીમીત બન્યા હતા. સંસ્થા દ્વારા વિશ્વનું સૌપ્રથમ એવું પશી–પક્ષીઓ માટેનું રોજીંદુ હરતુ–ફરતુ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ, વિવિધ ચબૂતરાઓમાં પક્ષીઓને ઋતુ અનુસાર 200 કિ.ગ્રા. ચણ દરરોજ આપવામાં આવે છે. 25 જેટલા વિસ્તારોમાં રોજ 290 લીટર દુધ અને 70 કિલો લોટની રોટલીનું ભોજન, 730 થી વધુ શ્વાનોને પીરસવામાં આવે છે. દરરોજ 25 કિલો મકાઈનાં ડોડા ખીસકોલીઓને ખવડાવવામાં આવે છે. નાના જીવને પણ ખોરાક મળી રહે તે માટે દરરોજ કિડીઓને 5 કિ.ગ્રા. કીડીયારૂ પુરવામાં આવે છે. કાગડા–કાબરને અનુકુળ ફરસાણ પીરસાય છે. લોટની 30 કિ.ગ્રા. ગોળી બનાવી દરરોજ માછલીને આપવામાં આવે છે. વેરાવળ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, મહુવા,ચોટીલા, મોરબી, બોટાદ, દિવ, ભાવનગર, દ્વારકા, થાન સહીતના શહેરોમાં એનીમલ હેલ્પલાઈનનો શુભારંભ કરાવવામાં સંસ્થા નિમીત બની છે. સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં, વિશ્વમાં હેલ્પલાઇન ચાલુ થાય તેવો સંસ્થાનું ધ્યેય છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756