જૂનાગઢ જિલ્લાના ખમીરવંતા યુવાનોને સંરક્ષણ દળમાં કારકિર્દી ઘડતર માટેની તક

જૂનાગઢ જિલ્લાના ખમીરવંતા યુવાનોને સંરક્ષણ દળમાં કારકિર્દી ઘડતર માટેની તક
થલસેના ભરતી માટે લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે ૧૫ દિવસીય તાલીમ વર્ગ યોજાશે
ઇચ્છુક ઉમેદવારો તા.૧૭ ડિસેમ્બર સુધીમાં જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધણી કરાવવાની રહેશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ખમીરવંતા યુવાનોને સંરક્ષણદળમાં કારકિર્દી ઘડતરની ઉજ્જવળ તક મળી રહે તેવા હેતુસર ઓક્ટોબર-૨૦૨૨માં રાજકોટ ખાતે યોજાયેલ થલસેના ભરતી રેલી અંતર્ગત લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારોને લેખિત કસોટીની અસરકારક અને સઘન પૂર્વ તૈયારી થઈ શકે તેવા હેતુસર ૧૫ દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં લેખિત કસોટીની પરીક્ષા પધ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ વિષય તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન તેમજ સંદર્ભ સાહિત્ય આપવામાં આવશે.
તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતેના નામ નોંધણી કાર્ડની નકલ અને થલસેના ભરતી કાર્યાલય દ્વારા મેળવેલ એડમીટ કાર્ડની નકલ કચેરીના વોટ્સએપ નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯પર કે ઈ-મેલ-[email protected] મારફત અથવા રૂબરૂમાં તા.૧૭/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી–જૂનાગઢ ખાતે મોકલી આપવાના રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી–જૂનાગઢના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તેમ જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756