કેશોદ ચાર ચોકથી ૫૨ વર્ષના ખીમાભાઇ ગુમ

કેશોદ ચાર ચોકથી ૫૨ વર્ષના ખીમાભાઇ ગુમ
જૂનાગઢ : કેશોદ તાલુકાના અખોદર ગામે રહેતા ૫૨ વર્ષના ખીમાભાઇ વરજાંગભાઇ ધ્રામણચોટીયા તા.૫-૧૧-૨૦૨૨ને બપોરના ૧૧-૩૦ કલાકે કેશોદ લીબર્ટી પાનની ગલીમાં વકીલ નરેન્દ્રભાઇ પીઠિયાની ઓફિસ, ચાર ચોકમાંથી પરિક્રમા માટે જૂનાગઢ નીકળવાનું કહી ગુમ થયા છે. તેમની ઉંચાઈ ૫.૬ ઇંચ, મધ્યમ બાધો અને રંગ ઘઉવર્ણ છે. તેમને ગળાના ભાગે તલનું નિશાન છે. ગુમ થયા ત્યારે સફેદ શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ પહેરેલ છે. ખીમાભાઇની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કેશોદ પોલીસે જણાવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756