ચોરી ના ગુના ને ગણતરી ના કલાકો માં ડિટેકટ કરી મુદ્દામાલ કબ્જે કરતી ડભોઈ પોલીસ

ડભોઈ પોલીસ સ્ટેશન માં બે દિવસ પહેલા ચોરી ની ફરિયાદ નોંધાવવા માં આવી હતી.જેમાં ફરિયાદી ના ઘરે 2,62,500 ની કિંમત ના સોના ના દાગીના ની ચોરી થયેલ હતી.જે ગુના ના સંદર્ભ માં તપાસ હાથ ધરતા ફરિયાદી ના ઘરમાં ભાડે રહેતા ઇસમ દ્વારા ચોરી કરી હોવાનું કબૂલાત ગણતરી ના દિવસો માં ચોરી નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર નીં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ડભોઇ તાલુકા ના અંગૂઠન ખાતે રહતા જય કુમાર મનુભાઈ પટેલ દ્વારા ગત 13 તારીખ માં રોજ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ચોરી ની ફરિયાદ કરી હતી.જે ચોરી ની તપાસ માં ફરિયાદી જય કુમાર ના મકાન માં ભાડુઆત તરીકે રહેતા મનોજભાઈ અશોકભાઈ વાળંદ મૂળ રહે અમલપુર માંજરોલ તા સંખેડા મુખ્ય આરોપી હોવાનું જાણવા મળતા આ સંબંધે ભાડુઆત ને પકડી પાડી પૂછપરછ કરતા તેણે ગુના ની કબૂલાત કરી હતી.અને ચોરી કરેલાં તમામ દાગીના કુલ કિંમત 2,62,500 ના કબ્જે કરી ડભોઈ પોલીસ દ્વારા આગળ ની કાયદેસર નીં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756