પારડીના કલસરમાં ગર્ભવતી ગૌમાતા અને બચ્ચાનો જીવ બચાવતુ ફરતુ પશુ દવાખાનું .

પારડીના કલસરમાં ગર્ભવતી ગૌમાતા અને બચ્ચાનો જીવ બચાવતુ ફરતુ પશુ દવાખાનું .
Spread the love

પારડીના કલસરમાં ગર્ભવતી ગૌમાતા અને બચ્ચાનો જીવ બચાવતુ ફરતુ પશુ દવાખાનું .

— બચ્ચાનું મુખ અને એક પગ બહાર આવી જતા બંનેના જીવ સામે જોખમ હતું .

ખેરગામ : વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાના કોલક લોકેશનના 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાના એમ્બ્યુલન્સને સાંજે 5:00 વાગે કલસર ગામથી એક સેવાભાવી વ્યક્તિ હર્ષભાઈએ ગાય માટે EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962ને કોલ કરી મદદ માંગી હતી.
ઇમરજન્સી કોલ મળતા તરત જ ફરતું પશુ દવાખાના એમ્બ્યુલન્સના ડો.ધવલ પટેલ અને પાયલોટ કમ ડ્રેસર રાહુલભાઈ ઘટના સ્થળે વાયુ વેગે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ માલુમ પડ્યું કે, ગાય એક ફસાયેલા બચ્ચાને લઇને ફરતી હતી અને ફસાયેલુ બચ્ચુને જન્મ આપવા માટે જોર કરી રહી હતી. ત્યારબાદ ડો. ધવલ પટેલે તપાસ કરતા ગૌમાતા ડિસ્તોકિયાની તકલીફથી પીડાતી હોવાનું જણાયું હતું. જેમાં બચ્ચાનું મુખ અને એક પગ બહાર આવી ગયો હતો પરંતુ બીજો પગ અંદરની બાજુએ વળી ગયો હતો. જેના કારણે વિયાણમાં તકલીફ પડતા ગૌમાતાના જીવ સામે જોખમની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ ડોક્ટર દ્વારા સ્થાનિકો તથા ગૌરક્ષકોની મદદ લઈ ઘટના સ્થળે ગૌમાતાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી હાલ ગાય અને વાછરડી બંનેની તબિયત સ્વસ્થ છે. ગાયને ફ્લુડ થેરાપી (દવાની બોટલ ચઢાવી) આપી હતી. આ કાર્યમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962ની સેવા સાચા અર્થમાં ગર્ભવતી ગૌમાતા માટે વરદાનરૂપ નિવડી હતી.

રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!