સુરત હરખાણી પરિવાર નો સામાજિક હરખ લગ્નોત્સવ ની સપ્તપદી ને સાર્થક કરી સેવાત્મક બનાવ્યો

સુરત હરખાણી પરિવાર નો સામાજિક હરખ લગ્નોત્સવ ની સપ્તપદી ને સાર્થક કરી સેવાત્મક બનાવ્યો
સુરત મહેક માનવતાની મંગલ પરિણય ને એક સેવાત્મક પ્રવૃત્તિ સાથે ઉજવ્યો હરખાણી પરિવાર માં લગ્નોત્સવ ના પવિત્ર બંધન ને હરખાણી પરિવારના આંગણે યોજાનાર અવસરને સેવાત્મક પ્રવૃત્તિ સાથે જોડીને સમાજને એક અનોખું અને પ્રેરણાત્મક ઉદાહરણ આપ્યું છે લગ્ન ની સપ્તપદી એટલે સાત પ્રકાર ની દીક્ષા સેવા સત્ય પ્રેમ કરુણા સમર્પણ ત્યાગ પરમાર્થ જેવા આદર્શ ગુણો ની પ્રતિજ્ઞા એટલે લગ્ન ખરા રૂપે હરખાણી પરિવાર દ્વારા સાર્થક કરાયો સામાજિક સંરચના માં સુધારો કરવો અને તે સર્વ સ્વીકાર્ય બનાવતા પહેલા પોતે આચરણ કરી ને શરૂ કરવો પડે છે ત્યારે સમાજ માટે પ્રેરણાદાયી ઉતમ ઉદાહરણ બની શકે છે હરખાણી પરિવાર ના પુત્રરત્ન ના શુભ લગ્નોત્સવ માં દેખાદેખી ના દેખાવડા ને છોડી જરૂરિયાતમંદ ને ઉપયોગી બનવાનો વંદનીય પ્રયાસ કરી ક્રાંતિકારી સદેશ આપ્યો હરખાણી પરિવારના ચિ. નીતિન ના શુભલગ્ન પ્રસંગે અનોખો સંકલ્પ લઈ પધારેલા મહેમાનો તરફથી અપાતી ચાંદલાની રકમ સુરતના હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઉમરાળા ટીંબી ખાતે સંપૂર્ણ વિના મૂલ્યે આરોગ્ય સેવા પ્રદાન કરતી માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી નારાયણો ના કલ્યાણ પાછળ આપી ઉત્તમ ઉદરણ પૂરું પાડ્યું એક વિચાર શ્રેષ્ઠ વિચાર..સમાજ માટે પ્રેરણાત્મક અને ક્રાંતિકારી વિચાર બની રહેશે વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના અંતર થી આશિષ મેળવતા નવદંપતી ના આ સરાહનીય નિર્ણય ની સર્વત્ર સરાહના કરાય રહી છે અને ખુશી વ્યક્ત કરતા સામાજિક અગ્રણી ઓએ આવી પહેલ બદલ શુભેચ્છા વ્યક્ત કરી રહ્યા છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756