જામનગર : કારખાનામાં થયેલી લાખોની કિંમતના બ્રાસપાર્ટની ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગર : કારખાનામાં થયેલી લાખોની કિંમતના બ્રાસપાર્ટની ચોરીનો ભેદ ઉકેલી ૦૫ ને ઝડપતી પોલીસ
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટ ના કારખાના માંથી તાજેતરમાં ચોરી થઈ હતી, અને તસ્કરો રૂપિયા 6 લાખની કિંમતનો બ્રાસનો માલ સામાન ચોરી ગયા હતા.
જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી ચોરાઉ સામગ્રી સાથે પાંચ તસ્કરોને ઝડપી લીધા છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટ ના એક કારખાનામાં આજથી ત્રણ દિવસ પહેલા ચોરી થઈ હતી, અને તસ્કરો કારખાનામાંથી રૂપિયા 6 લાખથી વધુ ની કિંમત નો પિત્તળ ના માલસામાન ચોરી કરી લઈ ગયા હતા.
જે ચોરીના બનાવવા અંગે સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી સીટી સી. ડિવિઝન નો પોલિસ કાફલો હરકતમાં આવ્યો હતો, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ઉપરોક્ત ચોરીમાં સંડોવાયેલા જામનગરમાં મયુરનગર વિસ્તારમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા શૈલેષ મગનભાઈ ચુડાસમા, ઉપરાંત જામનગરમાં ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા રાજેશ પ્રતાપભાઈ કેવલ રામાણી, મૂળ નેપાળના વતની અને હાલ જામનગરમાં પાર્સલ પોઇન્ટ માં નોકરી કરતા આરમોન કે.સી .સુમન કે.સી. તેમજ વિરેન્દ્ર પરિહાર પ્રેમ બહાદુર નેપાળી અને જામનગરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા ભાવિક રમેશભાઈ રાઠોડ વગેરેની અટકાયત કરી લીધી છે.
પોલીસે તમામ આરોપીઓ પાસેથી પિતળના ભંગારના 15 બાચકા, અલગ અલગ બ્રાસપાર્ટના 583 કિલો સળિયા, એક બોલેરો પીકપ વેન, ઉપરાંત ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલું સળિયા કાપવાનું હથિયાર સહિતની સામગ્રી કબજે કરી લીધી છે, અને પાંચેયની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756