જામખંભાળિયાના દાતા ગામના વતની મહાજન પરિવારના પુત્રની કેન્યામાં હત્યા

જામખંભાળિયાના દાતા ગામના વતની મહાજન પરિવારના પુત્રની કેન્યામાં હત્યા
Spread the love

જામખંભાળિયાના દાતા ગામના વતની મહાજન પરિવારના પુત્રની કેન્યામાં હત્યા : પરીવાર માં શોક

ખંભાળિયા તાલુકાના દાતા ગામના મૂળ વતની એવા એક મહાજન પરિવારના યુવાન પુત્રની કેન્યા ખાતે ગોળીબારથી હત્યા થયાના બનાવે આ પંથકના શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે જાણવા મળતી વિગત મુજબ આફ્રિકાના કેન્યા ખાતે સ્થાયી થયેલા ખંભાળિયા તાલુકાના દાતા ગામના મૂળ વતની એવા જૈન મહાજન વણિક પરિવારના હિંમતલાલ વીરચંદ શાહના યુવાન પુત્ર કેતનભાઈ ગઈકાલે સોમવારે તેમની મોબાઈલની દુકાનમાં બેઠા હતા.ત્યારે મોટરસાયકલ પર બંદૂક સાથે ધસી આવેલા એક શખ્સે વેપારી પુત્ર કેતનભાઈ ઉપર ગોળીઓ છોડી હતી. આ ફાયરિંગમાં યુવાનને ગોળી લાગતા તે પટકાઈ પડ્યો હતો અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

ગોળીબારની ઘટનાથી સ્થાનિક લોકો એકત્ર થઈ જતા બંદૂકધારી શખ્સ બાઈક પર બેસી અને નાસી છૂટ્યો હતો. આ બનાવ બનતા તુરંત જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી.મૃતક કેતનભાઈને જયાન નામનો એક બાળક છે. હત્યાના આ બનાવે સમગ્ર મહાજન પરિવારમાં કરુણતા સાથે ભારે શોકની લાગણી પ્રસરાવી છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!