ખેડબ્રહ્મા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયુ.

ખેડબ્રહ્મા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયુ.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર, બીઆરસી ભવન ખેડબ્રહ્મા આયોજિત ખેડબ્રહ્મા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.
જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના, પધારેલ મહાનુભાવોના શાબ્દિક સ્વાગત ,સ્વાગત ગીતથી સ્વાગત અને પુષ્પ ગુચ્છ, શાલ, મોમેન્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું , દીપ પ્રાગટ્ય પછી રીબીન કાપી પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું .
ખેડબ્રહ્મા તાલુકાના 17 સીઆરસી માંથી પાંચ વિભાગમાં વિજેતા બનેલ 81 કૃતિઓ, 162 બાળ વૈજ્ઞાનિકો અને 81 માર્ગદર્શક શિક્ષક મિત્રોએ ભાગ લઈ કૃતિઓ રજૂ કરી હતી. પાંચ વિભાગમાં પ્રથમ નંબરના વિજેતા નિર્ણાયકો દ્વારા નિર્ણય કરી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં
વિભાગ:-૧ માં ચંચળબા પ્રાથમિક શાળા
વિભાગ:-૨માં ખેડબ્રહ્મા તાલુકા શાળા નંબર -૧
વિભાગ:-૩માં ગલોડીયા પ્રાથમિક શાળા
વિભાગ:-૪માં દિધિયા આશ્રમશાળા અને
વિભાગ:- પમાં દૂધલી પ્રાથમિક શાળા
વિજેતા બની જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જાહેર કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં પ્રતુલ શ્રોફ કે. આર. ફાઉન્ડેશનના સ્થાપક ,ઉદય સર કે.આર. ફાઉન્ડેશનના પ્રમુખ, શ્વેતા રાઠોડ પાયલોટ, જીતુભાઈ પટેલ ટીજીએચબી ફાઉન્ડેશન ઈડર , ડોક્ટર નિષાદ ઓઝા લાઇઝન ઓફિસર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર, ત્રિગુણાબેન પંડ્યા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી , પિયુષભાઈ જોશી બીઆરસી કોઓર્ડીનેટર ખેડબ્રહ્મા , નિરવભાઈ રાઠોડ કેળવણી નિરીક્ષક ખેડબ્રહ્મા, છગનભાઈ ખરાડી કેળવણી નિરીક્ષક મટોડા તથા શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ પ્રકાશભાઈ અને મંત્રી શ્રી સુરેન્દ્રસિંહ તથા શ્રી જ્યોતિ વિદ્યાલયના આચાર્ય ધીરુભાઈ પરમારે નિણૉયક તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.ઉદઘોષક તરીકે દિનેશભાઈ પટેલ ખેડબ્રહ્મા તાલુકા શાળા નંબર -૧ ભૂમિકા અદા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કન્વીનર તરીકે પ્રકાશભાઈ વણકર સી.આર.સી કોઓર્ડીનેટર ખેડબ્રહ્મા અને અનિલભાઈ પ્રજાપતિ જૂથ મંત્રી ખેડબ્રહ્મા તાલુકા શાળા નંબર -૧ નિભાવી કાર્યક્રમના અંતે બીઆરસી કોઓર્ડીનેટર પિયુષભાઈ જોશી એ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756