ગંભીર ગુનાઓના ટોપ -૧૦ નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી આપનારને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરતી અમરેલી પોલીસ

અમરેલી જિલ્લાના ગંભીર ગુનાઓના ટોપ -૧૦ નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી આપનારને રોકડ રૂ.૧૦,૦૦૦/- નું ઇનામ આપવાની જાહેરાત કરતી અમરેલી પોલીસ
પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ ઠરાવ અન્વયે જિલ્લાઓના ટોચના નાસતા ફરતા આરોપીઓને પકડવામાં મદદરૂપ થનાર, બાતમી આપનાર વ્યકિતોઓને ઇનામ આપવા બાબતે સુચના કરેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓની સુચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓને અંજામ આપી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી, તે પૈકીના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ટોપ- ૧૦ નાસતા ફરતા આરોપીનો અંગે માહિતી આપનાર, પકડી પાડવામાં પોલીસને મદદરૂપ થનાર વ્યકિતઓના નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેમને રૂ.૧૦,૦૦૦/- નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.
અમરેલી જિલ્લાના ટોપ – ૧૦ નાસતા ફરતા આરોપીની વિગતઃ-
(૧) ચંદુભાઇ ગોવિંદભાઇ પટેલ, રહે.ઇટારા, તા.વીજાપુર, જિ.મહેસાણા
(૨) દિત્તીયા જીથરા પરમાર, રહે.તરછોડ, તા.જિ.દાહોદ.
(૩) પરશુ માનસીંગ પરમાર, રહે.તરછોડ, તા.જિ.દાહોદ,
(૪) દડુભાઇ સાર્દુળભાઇ કાઠી, રહે.દહીડા (ચલાલા), તા.ધારી, જિ.અમરેલી, (૫) અબ્દુલ કૈયુદીન સ/ઓ. અલીમુદ્દીન ઉર્ફે મોહીલઅલી રહે.ધુલી ગામ, તા.ઈસ્લામપુર,
જિ.ઉત્તરદીનાજપુર, પં.બંગાળ
(૬) મના વેલાભાઇદેવીપુજક, રહે.ધુડીયા આગરીયા,તા.રાજુલા, જિ.અમરેલી.
(૭) રાજુભાઈહીરાભાઈવાસકલીયા, રહે.પરેણી, તા.અમ્બુઆ, જિ.અલીરાજપુર(મધ્યપ્રદેશ)
(૮) સંજય ધુડકાભાઇ સોનવણે, રહે.અમરનેસ, તા.જિ.જલગાવ (મહારાષ્ટ્ર) (૯) ભાયા કમરૂ પુરડીયા, રહે.ચગદી ફાટક, તા.જોબટ, જિ.અર્લીરાજપુર (મધ્યપ્રદેશ)
(૧૦) વનરાજ મંગળુભાઇ વાળા, રહે.નાની ધારી, તા.ખાંભા, જિ. અમરેલી,
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ટોપ – ૧૦ નાસતા ફરતા આરોપીઓની માહિતી આપનાર વ્યક્તિ, નાસતા ફરતા આરોપીને પકડવામાં પોલીસને મદદ કરનાર વ્યક્તિઓને નામ ગુપ્ત રાખવાની બાંહેધરી આપી, રૂ.૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર )નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756