૧૪ ફેબ્રુઆરી વેલન્ટાઇન-ડે દિવસને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી

૧૪ ફેબ્રુઆરી વેલન્ટાઇન-ડે દિવસને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી
Spread the love

૧૪ ફેબ્રુઆરી વેલન્ટાઇન-ડે દિવસને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી

• એનીમલ હેલ્પલાઈનનાં મિત્તલ ખેતાણી દ્વારા 14 ફેબ્રુઆરી(વેલન્ટાઇન-ડે)નાં દિવસને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરવામાં આવી

• આર્ય સંસ્કૃતિની ધરોહર સમી ગાયને હગ કરવાથી સાત્વિક ઉર્જા, માનસિક શાંતિ મળે છે

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટનાં મિત્તલ ખેતાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી(વેલન્ટાઇન-ડે)નાં દિવસને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવા વિનંતી કરવામાં આવી છે. પશ્ચિમનાં આંધળા અનુકરણમાં આપણે દેશની આર્ય સંસ્કૃતિને ભૂલીને ‘વેલન્ટાઇન ડે’ જેવા ગતકડાઓમાં ફસાઈ, આપણું સ્વત્વ ગુમાવી રહ્યા છીએ. જ્યારે એનાથી ઉલટું યુરોપ/અમેરિકામાં લોકો ‘ગાય’માંથી “પોઝીટીવ એનર્જી મેળવવા માટે “Cow Hug” માટે અંદાજે રૂપિયા 5500/- જેટલી ફી ચુકવે છે. તેઓ ‘કાઉ હગ’ દ્વારા રીચાર્જ થવા માટે એટલાં ફાફા મારે છે જયારે આપણી પાસે તો આર્ય સંસ્કૃતિની ધરોહર સમી ગાય છે કે જે કોરોનાનાં સંકટકાળમાં પણ સંકટ મોચક ઔષધ સાબિત થઈ હતી. કાઉને હગ કરવાથી શરીરને સાત્વિક ઉર્જા મળે છે, માનસિક શાંતિ મળે છે, જેથી સ્વાસ્થ્ય અને પ્રસન્નતા વધે છે. ગૌમાતાનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનીક, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, તબીબી, આરોગ્ય મુલ્ય પણ આપણે સૌએ સમજવું જોઈએ. પશ્ચિમી સંસ્કૃતિનાં આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવી પેઢીના યુવાઓને ગૌ-સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયના ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાનાં ઉમદા આશય સાથે ‘વેલન્ટાઇન ડે’ ને “કાઉ હગીંગ ડે”નાં અનોખા કન્સેપ્ટ સાથે ઉજવણી કરવા વિનંતી કરવામાં આવી છે. જેથી યુવા પેઢીને ગૌ માતાનું મહત્વ સમજાય અને આપણી ગૌ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ સૌ ગૌમાતાનાં આશીર્વાદથી પોતાના ક્ષેત્રમાં તન, મન, ધનથી આગળ વધી શકે. જેવી રીતે બીજા બધા દિવસો ઉજવાય છે તેમ જ ‘કાઉ હગ ડે’ ઉજવાશે તો ભારતનાં લોકો પોતાની પ્રાચીન સંસ્કૃતિ સાથે ફરીથી પરિચિત થશે અને સમાજમાં ગાયને પોતાનું ખોવાયેલું સ્થાન પ્રાપ્ત થશે.

 

રિપોર્ટ : કપિલ મેઠવાણી જામનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!