ખાંભડા ગામના વતની શ્રી પ્રવીણભાઈ લગધીરભાઈ ખાચરને સન્માનિત કરવામાં આવ્યા…

બોટાદનું અણમોલ રત્ન અને અસંખ્ય સન્માનો થકી બોટાદનું,કાઠી દરબાર સમાજનું અને શિક્ષક સમાજનું ગૌરવ એવાં મૂળ બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની શ્રી પ્રવીણભાઈ લગધીરભાઈ ખાચરને રાજ્ય કક્ષાના અતુલ્ય વારસો”આઈડેન્ટિટી એવોર્ડ” થકી સન્માનિત કરવામાં આવ્યા…
શ્રી પ્રવીણભાઈ ખાચર સાથે ગુજરાતના ગૌરવ સમા 86 કલારત્નોને `અતુલ્ય વારસો આયોજિત આઇડેન્ટિટી એવોર્ડ’થી સન્માનિત કરવાનો જાજરમાન ઉપક્રમ Indian institute of teacher education Gujarat ( IITE) ગાંધીનગર મુકામે ચરિતાર્થ થયો…
હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા કલા, સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ જેવા ક્ષેત્રમાંથી કોઇપણ ક્ષેત્રે સારી કામગીરી, ફરજ નિભાવી રહેલા અને પ્રચલિત હોય તેવા વ્યક્તિ, સંસ્થા, સમુદાયને પુરસ્કૃત કરવા પાછળનો હેતુ જણાવતાં સ્થાપક કપિલ ઠાકરે જણાવ્યું કે “સ્થાનિકસ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનારા અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરિમાથી સન્માન થાય. અમને આશા છે કે અમારો આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોંચાડવામાં ઉપયોગી સાબિત થશે.”
સેવાકીય ક્ષેત્ર ઇતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, પર્યાવરણ અને જળ સરંક્ષણ, પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે) લેખન અને પ્રકાશન, હેરીટેજ પ્રવાસન ક્ષેત્રના એવોર્ડ વિતરણ કાર્યક્રમ આઇઆઇટીઇ ગાંધીનગર ખાતે આયોજિત કરાવામાં આવ્યો હતો. આ વિષયના જ નિષ્ણાતો દ્વારા આ એવોર્ડ એનાયત કરાયા જેમાં મુખ્ય અતિથિ સામાજિક કાર્યકર્તા અનારબેન પટેલ, અધિક અતિથિ વિશેષમાં લેખક અને ચિંતક કિશોર મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, હેરિટેજ પ્રવાસન સમિતિના સક્રિય સભ્ય શ્રી પુંજાવાળા સાહેબ , પર્યાવરણવિદ્ મનીષ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ટીમ અતુલ્ય વારસો દ્વારા ગુજરાતનાં સૌ નામાંકિત અને હેરિટેજ પ્રેમીઓની ઉપસ્થિતિમાં એક નવા’ અભિયાનનો શુભારંભ કરાયો હતો. `વાત વતનની’, રાજ્યમાં, રાજ્ય બહાર અને દેશ બહાર વસવાટ કરતા વતનના લોકો દ્વારા વતનના વારસાને ઉજાગર કરવા માટેનો એક પ્રયાસ આ અભિયાન દ્વારા થશે….ફરી ફરી બોટાદનું કલારત્ન એવાં શ્રી પ્રવીણભાઈ ખાચર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સહ અઢળક શુભેચ્છાઓ…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756