ઓલપાડ તાલુકાની મુળદ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

ઓલપાડ તાલુકાની મુળદ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મુળદ પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ હીનાબેન સાવલીયાનાં હસ્તે આ આનંદ મેળાને રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાનાં મુખ્યશિક્ષક ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આનંદમેળો બાળકોનો પ્રિય કાર્યક્રમ છે. આ થકી બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન પણ કેળવાય છે જે તેમનાં શિક્ષણમાં ઉપયોગી નીવડે છે.
આ આનંદ મેળામાં પાપડીચાટ, ઢોકળા, બટાકાવડા, ઢોસા, પકોડા, ભેલ, સેવપુરી, પાણીપુરી, આલુપુરી, મસાલાપાપડ, પાટુડી, દહીંપુરી જેવી અવનવી વાનગીઓનાં વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. જેનો શાળાનાં બાળકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસાસ્વાદ માણ્યો હતો.
ખૂબ જ ઉત્સાહ અને આનંદ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં શિક્ષકો સુશીલા પટેલ, હર્ષા પટેલ, નિમીષા પટેલ, સાદુતા ચૌધરી તથા અક્ષય પ્રજાપતિએ બાળકોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાનાં ઉપશિક્ષિકા ચૈતાલી પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756