“ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન થયું…”

“ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન થયું…”
Spread the love

“ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન થયું…”

સુરતની શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી માં દર વર્ષે ભુતપૂર્વ વિધાર્થી સંમેલનનું આયોજન થતું હોય છે. આ વર્ષે તા. 24 ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. જિગ્નેશ વઘાસિયાએ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. ત્યારબાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જેમાં એવોર્ડ ફોર બેસ્ટ એન્ટરપૃનર (ટેકનિકલ અને નોન ટેકનિકલ), એવોર્ડ ફોર બેસ્ટ ગવરમેન્ટ ઓનર, એવોર્ડ ફોર બેસ્ટ ગવરમેન્ટ પોઝિશન, એવોર્ડ ફોર પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન IIT/IISC, એવોર્ડ ફોર બેસ્ટ એલ્યુમની સપોર્ટર, એવોર્ડ ફોર બેસ્ટ ઇનોવેશન, એવોર્ડ ફોર બેસ્ટ કપલ, એવોર્ડ ફોર બેસ્ટ એકેડમીશિયન અને એવોર્ડ ફોર બેસ્ટ ક્રિએટિવ આર્ટ્સ વગેરે કેટેગરી નો સમાવેશ કરવામાં આવ્યો. ત્યારબાદ ભુતપૂર્વ વિદ્યાર્થીઓ એ કોલેજ વિશે ના પોતાના વિચારો રજુ ર્ક્યા હતા. હાલ માં તેઓ કઇ જગ્યા એ કયા સ્થાન ઉપર કાર્ય કરે છે એ બધી વાતો કરી અનેતેમના કારકિર્દી ઘડતર માં કોલેજ નો ફાળો સમજાવ્યો. આ કાર્યક્રમ નું સમગ્ર સંચાલન પ્રો. કૌશિક ઢોલા દ્વારા પ્રિન્સિપાલ ડો. જિગ્નેશ વઘાસિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!