જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને લાલાવાડા ખાતે રાત્રિસભા યોજાઇ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને લાલાવાડા ખાતે રાત્રિસભા યોજાઇ
ગ્રામ્ય કક્ષાએ લોકોને સ૨કા૨શ્રીની વિવિધ યોજનાઓનો સ૨ળતાથી લાભ લઈ શકે અને ગ્રામ્ય કક્ષાએ જે સામુહિક પ્રશ્નો ચાલતા હોય તેનો સ્થળ ઉ૫૨ નિકાલ થાય તેવા શુભ આશયથી રાત્રિસભાઓનું આયોજન ક૨વામાં આવે છે. તે અંતર્ગત પાલનપુર તાલુકાના લાલાવાડા મુકામે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તારીખ ૨૬, ડિસેમ્બરના રોજ રાત્રે ૭ કલાકે રાત્રિસભાનું આયોજન ક૨વામાં આવ્યુ હતું. આ રાત્રિસભામાં વિવિધ યોજનાઑ જેવી કે ખેતીવાડી, પશુપાલન, આરોગ્ય, આઈ.સી.ડી.એસ. તથા તાલુકા પંચાયત સાથે સંકળાયેલા અધિકારી તથા કર્મચારીઓ ઘ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ રાત્રિસભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામ્ય કક્ષાએ જે કોઈપણ સામુહિક પ્રશ્ન જેવા કે પંચાયત ઘ૨ અને આંગણવાડીના મકાન જર્જરીત હાલતમાં હોય તે નવીન બનાવવા રજુઆત, આંગણવાડી કેન્દ્રમાં શૌચાલયની સગવડ, ગામમાં પાણીની તકલીફ ન પડે તે માટે સામુહિક તળાવના કામો, ખેતતલાવડીના કામો, ભુગર્ભ જળના રીચાર્જ, આરોગ્યની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. આ રાત્રિસભા દરમિયાન આવેલ વિવિધ રજૂઆતોના નિકાલ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ગામમાં ચાલતા નાણાંપંચની યોજના હેઠળના વિકાસના કામોની વિગતો મેળવી સમીક્ષા કરી અને કામો સારી ગુણવત્તાવાળા થાય તે માટે તકેદારી રાખવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું.
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756