ડોળીયા ગામે મંદિરમાંથી ચોરી કરનાર ઇસમને ઝડપી મુદ્દામાલ રીકવર કરતી અમરેલી એલ.સી.બી

ડુંગર પોલીસ સ્ટેશનના ડોળીયા ગામે મંદિરમાંથી ચોરી કરનાર ઇસમને પકડી, મુદ્દામાલ રીકવર કરી, મંદિર ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગતઃ-
ગઇ તા.૧૮/૧૨/૨૦૧૨ ની રાત્રીના રાજુલા તાલુકાના ડોળીયા ગામે આવેલ મેલડી માતાના મંદિરમાં કોઇ અજાણયા ચોર ઇસમ પ્રવેશ કરી દાનપેટીનું તાળુ તોડી રોકડ રકમ આશરે રૂ.૧૦૦૦/- તથા ચાંદીના સતર નંગ ૬૨ તથા રખાદાદાની દેરીની દાનપેટીમાં રાખેલ રોકડ રકમ આશરે રૂ.૭,૦૦૦/- તથા – ચાંદીના સતર નંગ ૮. બન્ને જગ્યાએથી કુલ ચાંદીના સતર નંગ ૭૦ કિ.રૂ.૭,૦૦૦/- તથા રોકડ – રૂ.૮,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે કનુભાઇ મધુભાઇ પોપટ, ઉ.વ.૩૭, રહે.ડોળીયા, પ્રાથમિક શાળાની બાજુમાં, તા.રાજુલા, જિ.અમરેલી વાળાએ ફરીયાદ જાહેર કરતા, નાગેરી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૨૦૩૩૩/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ, –
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી.ટીમને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ કરવા એલ.સી.બી.ટીમ દ્રારા સઘન તપાસ હાથ ઘરવામાં આવેલ અને આજ રોજ તા.૨૭/૧૨/૨૦૨૨ નાં રોજ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે રાજુલા, હવેલી ચોક રોડ ઉપરથી એક ઇસમને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ ચાંદીના સતર તથા રોકડ રકમ મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા ડુંગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપી-
રાજુગીરી ભગવાનગીરી ગૌસ્વામી, ઉ.વ.૪૩, રહે.ડોળીયા, ભીમનાથ મહાવેદનો આશ્રમ, તા.રાજુલા, જિ.અમરેલી.
રીકવર થયેલ મુદ્દામાલઃ-
રોડ રૂ.૮,૦૦૦/- તથા ચાંદીના સતર નંગ – ૭૦ ( વજન ૫૫૦ ગ્રામ) કિ.રૂ.૧૯,૩૦૦/- મળી કુલ કિં.રૂ.૨૭,૩૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા પો.કોન્સ. વિનુભાઈ બારેચા, યુવરાજસિંહ વાળા, લીલેશભાઇ બાબરીયા, ગોકળભાઇ કળોતરા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756