મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
Spread the love

પોરબંદર જિલ્લા પંચાયત હોલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

ગોસા(ઘેડ) : પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લા પંચાયત હોલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ –૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાયદાકીય જાગૃતિ સેમિનારમાં કાયદા નિષ્ણાંત શ્રી દિનેશભાઇ ડોડિયા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩ વિશે માહિતી આપવામાં આવી હતી. આ તકે દિેનેશભાઇ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે, મહિલાઓને કામકાજના સ્થળે થતી કોઇપણ પ્રકારની જાહેર સતામણીથી રક્ષણ મેળવવા અંગે કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓએ સશક્ત થઇને જાગૃતતા કેળવવી જોઇએ. તથા દરેક પડકારનો સામનો કરવા સજ્જ રહેવું જોઇએ. જિલ્લા કાનૂની સતા મંડળ દ્રારા જારી કરાયેલ ટ્રોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરીને નિ:શુલ્ક નિષ્ણાંત કાયદાવીદની જરૂરી સલાહ મેળવી શકે છે.
આ તકે નીતાબેન વોરા જણાવ્યું હતું કે, બાળકોને ગુડ ટચ તથા બેડ ટચ અંગે જરૂરી જાણકારી બાળપણથી આપવી જોઇએ. તથા સોશ્યલ મીડિયાના સારા તથા નરસા પરિણામો વિશે માહિતગાર કરવા જોઇએ. દરેક મહિલાઓએ સશક્ત થઇને જાહેર સતામણી વિરુધ્ધ નિર્ભય થઇને અવાજ ઉઠાવવો જોઇએ. તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કરમટા દ્રારા કોરોનાથી સાવચેત રહેવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર શ્રી નિલમ ગોસ્વામી, વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકો, નારી અદાલતના કર્મચારીઓ, મહિલા શક્તિ કેન્દ્ર સ્ટાફ તથા વિવિધ મહિલા કેન્દ્રના સંચાલક સહિત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.જે.સી.ગોહિલ, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી બી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તથા કાર્યક્રમનું સંચાલન મહિલા શક્તિ કેન્દ્રના સ્ટાફ દ્રારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ- વિરમભાઈ કે. આગઠ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!