જામનગરની શેરી, ગલીઓ અને વાડી-ખેતરોમાં ઠેર ઠેર ઘૂટા પાર્ટી

જામનગરની શેરી, ગલીઓ અને વાડી-ખેતરોમાં ઠેર ઠેર ઘૂટા પાર્ટી
ઘૂંટાને કાઠિયાવાડની શાન ગણવામાં આવે છે. તેમાં પણ જામનગર જિલ્લાના જોડિયા, બાદનપુર અને હડિયાણાનો ઘુટ્ટો રાજ્યભરમાં વખણાય છે. તેવામાં શિયાળામાં ઘુટ્ટો આરોગવાની મોજ જ કઇક અલગ હોય છે. ત્યારે હાલ જામનગર જિલ્લામાં વાડી, ખેતર અને શેરી ગલીઓમાં ઠેર-ઠેર ઘુટ્ટો પાર્ટીની મોજ ચાલી રહી છે. શિયાળાની સિઝન શરૃ થતાંની સાથે જિલ્લામાં ગામેગામ લોકો ઘુટાને બાજરીના રોટલા સાથે (હવે બ્રેડનું પણ ચલણ વધ્યું છે) ખાવાની મોજ લઇ રહયા છે.
શેરી, ગલીઓ અને વાડી, ખેતરોમાં ઘૂંટા પાર્ટી
હાલ એક બાજુ ખેતરોમાં શિયાળુ પાકના વાવેતર બાદ હાલ પિયતની સઝન ચાલુ છે ત્યારે જેથી ખેડૂતો ખેતરોમાં પાણી વાળતાંની સાથે ઘુટા પાર્ટી કરી રહ્યા છે. ઉપરાંત રાજકીય આગેવાનો અને સોસાયટીના આગેવાનો દ્વારા પણ હાલ ‘ઘૂંટા પાર્ટી‘ કરાઈ રહી હોવાથી ઘૂંટાની સિઝનલ હાટડીઓ ખૂલવા માંડી છે. વેપારના વિકાસ માટે પણ ધંધાર્થીઓ ‘ગેટ ટુ ગેધર’ યોજી ઘૂંટો પીરસી રહ્યા છે.સામાન્ય દિવસોમાં એક શુદ્ધ ગુજરાતી થાળીમાં રોટલી, શાક, દાળ-ભાત શોભા વધારતા હોય છે પુરતાં પરંતુ શિયાળો આવતા જ તેમાં શાકની જગ્યા ઘૂંટો, ઊંધિયું અને રીંગણાનું ભડથું લેતા હોય છે. હાલ કડકડતી ઠંડીમાં લોકો નેચરલ ઘૂંટો આરોગી રહ્યા છે.
50 શાકભાજીને બાફી બનાવાઈ છે ઘુટ્ટો
જેમ જેમ શિયાળાની હાડ થીજવતી ઠંડીનું આગમન થઇ રહ્યું છે તેમ તેમ શિયાળા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘૂંટા પાર્ટીના આયોજનો શરૂ થયા છે. જેમાં ગાજર, મરચાં, કેબી, રીંગણા, બટાટા સહિતના શાકભાજી અને મગ, મઠ, ચણા દાળ સહિત 50 જેટલી વસ્તુઓને દેશી ચૂલા પર બાફવામાં આવે છે. પ્રથમ દાળ અને ત્યારબાદ કંદમૂળ અને છેલ્લે લીલા શાકભાજી બાફવામાં આવે છે. ત્યારબાદ સબ્જી ગ્રેવી જેવી થયા પછી તેને સર્વિંગ બોલમાં લઇ ઉપર લીલું, લસણ એડ કરી ગરમ ગરમ રોટલા,દેશી માખણ, ગોળ, છાસ અને કાંદા સાથે ખાવામાં આવે છે. નેચરલ ઘુટો બનાવતા આશરે 5 થી 7 કલાલ જેટલો સમય લાગે છે.
રિપોર્ટ : વિક્રમ ચુડાસમા લોકાર્પણ દૈનીક ન્યુઝ જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300