જામનગર : મેંગોપીપલ પરીવાર દ્વારા બ્લેન્કેટ અને બાળકોને સ્વેટર વિતરણ

જામનગર : મેંગોપીપલ પરીવાર દ્વારા બ્લેન્કેટ અને બાળકોને સ્વેટર વિતરણ
Spread the love

જામનગર : મેંગોપીપલ પરીવાર દ્વારા બ્લેન્કેટ અને બાળકોને સ્વેટર વિતરણ

લોકાર્પણ જામનગર : શીયાળાની ઠંડીએ માજા મુકવાની શરુવાત કરી છે ત્યારે ઝુપડપટ્ટી અને સ્લમવિસ્તારોના લોકો અને ખાસ કરીને બાળકોની ફીકર કરીને મેંગોપીપલ પરીવાર દ્વારા દાતાશ્રીઓના સહયોગથી શહેરના અલગ અલગ સ્લમવિસ્તારો અને ઝૂંપડપટ્ટીમાં નવા બ્લેન્કેટ અને બાળકો માટેના નવા વુડી (ટોપી વાળા સ્વેટર) નું વિતરણ કરેલ.

રાત્રે પડતી આવી કડકડતી ઠંડીમાં નવું બ્લેન્કેટ મેળવી વડીલો અને નવું વુડી જાકીટ મેળવી બાળકોના ચહેરા પર અનોખી ખુશી આવી ગયેલ.મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ તથા રુપલબેન રાઠોડે આ સતકર્મ માટે સુંદર જહેમત ઉઠાવેલ અત્રે ઉલ્લેખની છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા નવ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકોના અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.

મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ, જામનગર અને વાંકાનેરની જરૂરીયાતમંદ બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તાજેતરમાં જ પ્રોજેક્ટ મુસ્કાનના પાંચમા વર્ષમાં મંગલપ્રવેશથી દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડની સાથે સાથે નિઃશુલ્ક અન્ડરગાર્મેન્ટ પણ આપાઇ રહ્યા છે.
આવા સેવાકીય સતકર્મની વધુ માહિતી માટે અને આપનું અમૂલ્ય યોગદાન આપવા માટે મેંગોપીપલ પરીવારના શ્રી મનીષભાઈ રાઠોડ (મો.૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!