હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાના ધૂમ આવક

હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાના ધૂમ આવક
Spread the love

હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાના ધૂમ આવક

જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ અજમાનું પીઠું ગણાય છે. અહીં રાજકોટ ઉપરાંત અનેક જિલ્લાના ખેડૂતો અજમો વેંચવા આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સમગ્ર ગુજરાતના અજમાના ભાવો જામનગર યાર્ડથી નક્કી થાય છે. હાલ અજમાની હરરાજી ચાલી રહી છે. જેમાં અજમાના 5 હજારથી માંડી 6 હજાર સુધીના ભાવ બોલાઈ રહયા છે. જે અન્ય જિલ્લાના માર્કેટ યાર્ડ કરતા ખૂબ વધુ હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાતભરમાંથી જામનગર યાર્ડમાં હજારો કિવન્ટલ અજમો ઠલવાય છે. ત્યારબાદ અધ્યતન મશીનરી દ્વારા પ્રોસેસીંગ કરેલા અજમાની વિદેશમાં પણ માંગ હોવાથી નિકાસ કરવામાં આવે છે અને અજમાની નિકાસમાં જામનગર ટોચના સ્થાને છે.

જામનગરમાં છેલ્લા કેટલાંક સમયથી દરરોજ 5 હજાર મણ આસપાસ અજમો ઠલવાઇ રહ્યો છે. દરરોજ 150 થી 200 જેટલા ખેડૂતો અજમો વહેંચવા આવી રહ્યા છે. જેમાં અજમોના 20 કિલોના ભાવ રૂપિયા 2500 થી 5900 સુધીના બોલાઈ રહ્યા છે. પોષણસમ ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્રના કરનુલ, મધ્યપ્રદેશના નંદુરબાર બાદ જામનગરનો અજમો ત્રીજા ક્રમે

જાણકારોના મત મુજબ જામનગર યાર્ડમા ઠલવાતો અજમો તીખાશવાળો હોવાથી ગુણવતામાં ખૂબ સારો હોય છે. અજમો વેપારીઓ ખરીદે છે. અજમો ખરીદતા મોટા ભાગના જામનગરના વેપારીઓના અજમાં માટેના પ્રોસેસિંગ યુનિટ પણ યાર્ડની બાજુમાં જ આવેલ આવેલા છે. આ યુનિટમાં અધ્યતન મશીનરી દ્વારા પ્રોસેસીંગ યુનિટમાં પ્રોસેસ કર્યા બાદ તેના અડધો કિલો, એક કિલો એ રીતે પેકીંગ કરીને મસાલા માર્કેટમાં વેચવામાં આવે છે. એટલું જ નહીં ઇઝરાયેલ, ગલ્ફ કન્ટ્રી, આફ્રિકા તથા વિશ્વના અન્ય દેશોમાં મોટાપાયે નિકાસ પણ કરવામાં આવે છે. વધુમાં જામનગર યાર્ડમાં આવતો અજમો લીલાશવાળો અને ઉચ્ચ ગુણવતાનો હોવાથી મહારાષ્ટ્રના કરનુલ, મધ્યપ્રદેશના નંદુરબાર બાદ જામનગરનો અજમો ત્રીજા ક્રમે આવે છે.

રિપોર્ટ : વિક્રમ ચુડાસમા લોકાર્પણ દૈનીક ન્યુઝ જામનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!