જામનગર રૂટની અનેક ટ્રેનો રદ કરાઈ

જામનગર રૂટની અનેક ટ્રેનો રદ કરાઈ
Spread the love

જામનગર રૂટની અનેક ટ્રેનો રદ કરાઈ

રાજકોટ ડિવિઝન હેઠળ આવતા સેક્શનમા ડબલ ટ્રેકની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ કામગીરીને પગલે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકની કામગીરી ચાલી રહી છે. આ કામ માટે બ્લોકને પગલે આજે 4 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે આથી તા. 16 જાન્યુઆરી સુધી અનેક ટ્રેન રદ કરવામાં આવી છે તો અમુક ટ્રેનો આંશિક રીતે રદ કરાઈ છે બીજી બાજુ અમુક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફએ જણાવ્યું છે.

આ ટ્રેનો કરાઈ રદ
ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 05.01.2023 થી 15.01.2023 સુધી રદ

ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 06.01.2023 થી 16.01.2023 સુધી રદ કરાઈ છે.

*આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોની યાદી*

ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 04.01. થી 14.01.સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને તા. 05 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ આજે તા. 04. થી 14.01.2023 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ ને 05.01.2023, 07.01.2023, 09.01.2023, 12.01.2023 અને 14.01.2023 ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને તા. 6.01, 8.01., 10.01., 13.01. અને 15.01.2023ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો

ઓખાથી તા. 05. અને 12.01.2023ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસને રીશેડ્યુલ કરવામાં આવશે. આ બંને દિવસે આ ટ્રેન ઓખાથી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 14.05 કલાકને બદલે 16.35 કલાકે ઉપડશે.

*આ ટ્રેનો થશે મોડી*

ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.

ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.

ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ લેટ થશે.

ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર- તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે. વધુ માહિતી માટે www.enquiry.indianrail.gov.in નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

રિપોર્ટ : વિક્રમ ચુડાસમા લોકાર્પણ દૈનીક ન્યુઝ જામનગર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!