જામનગર જિલ્લામાં વીજ તંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે પણ વીજ ચેકિંગ

જામનગર જિલ્લામાં વીજ તંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે પણ વીજ ચેકિંગ
Spread the love

જામનગર જિલ્લામાં વીજ તંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે પણ વીજ ચેકિંગ :જામજોધપુર અને લાલપુર પંથકમાં દરોડા

જામનગર PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિજ ચેકીંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેના ભાગરૂપે આજે સતત ત્રીજા દિવસે જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર પંથકમાં વીજ દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે. ગઈકાલે કાલાવડ અને ધ્રોલના ગ્રામ્ય પંથકમાં ચેકિંગ હાથ ધરી ૫૮ વિજ જોડાણમાંથી ૧૯.૪૫ લાખની ચોરી પકડી પાડી છે.

જામનગર PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા ગઈકાલે જામનગર તાલુકાના કેટલા ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત કાલાવડ અને ધ્રોલના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૩૪ વીજ ચેકિંગ ટુકડીને દોડાવવામાં આવી હતી.

સમગ્ર દિવસ દરમિયાન ૪૦૫ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૫૮ વીજ જોડાણમાં ગેરરીતિ માલુમ પડી હતી અને તેઓને ૧૯.૪૫લાખના વીજ ચોરીના બિલ ફટકારવામાં આવ્યા છે.

આજે સવારે જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેના માટે ૪૦ જેટલી વીજ ચેકિંગ ટુકડીને દોડતી કરાવવામાં આવી છે. જેની મદદ માટે એસઆરપીના ૧૫ જવાનો ૨૦ નિવૃત્ત આર્મી મેન અને બે વિડીયોગ્રાફર ની પણ મદદ લેવાઈ છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!