કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઇ

કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઇ
જામનગર : એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા) દ્વારા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગોહિલ દ્વારા પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવી પ્રાકૃતિક ખેતીમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી.એમ.આગઠ દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો સમજાવી તેનાથી તથા ફાયદા વિશે માહિતી આપી હતી. ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર જીગ્નેશ પટેલ અને કાલાવડ તાલુકાના વિસ્તરણ અધિકારી સાગર કેરાડીયા દ્વારા ખેડૂતોને જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવી ખેડૂતોને જીવામૃતથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર તાલીમનું આયોજન પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એમ. આગઠના માર્ગદર્શન હેઠળ કાલાવડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કૃપાલ ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300