ઓખા મરીનના મહિલા કોન્સ્ટેબલને DGP આશિષ ભાટિયા સાહેબના વરદહસ્તે સન્માનિત કરાયા.

ઓખા મરીનના મહિલા કોન્સ્ટેબલને DGP આશિષ ભાટિયા સાહેબના વરદહસ્તે સન્માનિત કરાયા.
Spread the love

ઓખા મરીનના મહિલા કોન્સ્ટેબલને DGP આશિષ ભાટિયા સાહેબના વરદહસ્તે સન્માનિત કરાયા.

ગુજરાત રાજ્યના ડી.જી.પી આશિષ ભાટિયા સાહેબના વરદહસ્તે ઓખા મરીન પોલીસ સ્ટેશન ના મહિલા કોન્સ્ટેબલ આશાબેન મનોજભાઈ પરમાર એ ઓલ ઇન્ડિયા પોલીસ ક્લસ્ટર ટેબલ ટેનિસ વુમન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ વિશેષ સન્માન કરવામાં આવેલ

ઓખા.તા ૮ પંજાબ માં જાલંધર ખાતે ૭૧ મી ઓલ ઇન્ડિયા પોલીસ ક્લસ્ટર ચેમ્પિયનશીપ ૨૦૨૨-૨૩ માં વુમન ટેબલ ટેનિસ ગ્રુપ માં ઓખા મરીન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા મહીલા કો.આશાબેન મનોજભાઈ પરમાર એ બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ ગુજરાત રાજ્ય ના ડી.જી.પી. આશિષ ભાટિયા ના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.પી.નિતેશ પાંડે તેમજ જિલ્લા પોલીસ નું નામ રોશન કરી ગૌરવ વધાર્યુ છે તે બદલ સમગ્ર જિલ્લા પોલીસ તેમજ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ.વાંઝા તથા સ્ટાફ દ્વારા પણ અભિનંદન પાઠવવા માં આવ્યું હતું આશાબેન મનોજભાઈ પરમાર જેણે ખૂબ ટૂંકા સમય માં આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરીછે ઓફિસ ના કામ સાથે એક ગૃહિણી તરીકે કામ કરતા ની સાથે ટેબલ ટેનિસ માં ખૂબ જ ઓછી પ્રેક્ટીસ નો ટાઈમ મળતો હોય તેમ છતાં આટલી મોટી સિદ્ધિ મેળવી જે ઓખા મરીન પોલીસ સ્ટેશન સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તેમજ સમાજ નું પણ ગૌરવ વધાર્યુ છે અને મહિલા ઓને આગળ વધવા માટે નું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે

 

રિપોર્ટ : કપિલ મેઠવાણી જામનગર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!