૯ લાખના ડબલ ૧૮ લાખ ની માંગણી કરી ધાકધમકી અપાતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

૯ લાખના ડબલ ૧૮ લાખ ની માંગણી કરી ધાકધમકી અપાતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
Spread the love

૯ લાખના ડબલ ૧૮ લાખ ની માંગણી કરી ધાકધમકી અપાતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

૯ લાખના ડબલ ૧૮ લાખ ની માંગણી કરી ધાકધમકી અપાતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો: વ્યાજખોર સામે ગુનો નોંધાયો

જામનગર શહેરમાં પણ વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે, અને એક હોટલના સંચાલક લોકડાઉન દરમિયાન ધંધો પડી ભાંગતાં વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયા છે. જેને નવલાખ રૂપિયાનું પાંચ ટકા રાક્ષસી વ્યાજ ભર્યું હોવા છતાં વ્યાજખોરે ત્રણ કોરા ચેક લખાવી લીધા હતા, જયારે તેના એક મિત્રનું મકાન પણ પોતાના નામે કરાવી લઈ વધુ ૧૮ લાખ રૂપિયા ની માંગણી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, અને પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.

આ ચકચાર જગાવનારા બનાવની વિગતે એવી છે કે જામનગરમાં પંચવટી ગૌશાળા પાસે રહેતા અને પંચવટી વિસ્તારમાં જ જલારામ રેસ્ટોરન્ટ ના નામથી ખાણી પીણીની લોજ ચલાવતા જતીનભાઈ મનસુખભાઈ વિઠલાણી કે જેઓએ પોતાની લોજમાં ૨૨ જેટલા કર્મચારીઓને કામે રાખ્યા હતા, અને લોજ ચલાવતા હતા.

પરંતુ લોકડાઉન દરમિયાન લોજ ને બંધ રાખવાનો વારો આવ્યો હોવાથી તેનું માસિક જગ્યા નું ભાડું ૪૦ હજાર રૂપિયા ઉપરાંત ૬૦,૦૦૦ જેટલું લાઈટ બિલ અને માણસોના પગાર સહિતનું દેણું વધી જતાં તેણે જામનગરના હરેન્દ્રસિંહ જાડેજા નામના વ્યાજખોર પાસેથી ૯ લાખ રૂપિયા માસિક પાંચ ટકા ના વ્યાજે લીધા હતા. જે રકમના બદલામાં હરેન્દ્રસિંહ જાડેજાએ રૂપિયા ત્રણ ત્રણ લાખના ત્રણ ચેક સહી કરાવીને મેળવી લીધા હતા.

ઉપરાંત અન્ય ગેરંટી આપવી પડશે તેમ કહી એક મકાનના દસ્તાવેજ પોતાના નામે કરાવી લેવાનું કહ્યું હતું જેથી હોટલ સંચાલક જતીનભાઇએ પોતાના જ મિત્ર એવા બળુભા, કે જેણે નવું મકાન ખરીદવું હોવાથી તેના સીધા દસ્તાવેજ વ્યાજખોર હરેન્દ્રસિંહ જાડેજાના નામે કરાવી આપ્યા હતા.

હોટલ સંચાલક દ્વારા કટકે કટકે માસિક રૂપિયા ૪૫,૦૦૦ ના હપ્તા પેટે ત્રણ લાખ ૬૦ હજારની રકમ વ્યાજ ના સ્વરૂપમાં ચૂકવી દીધી હતી, પરંતુ આર્થિક તંગી આવી જતાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજ દેવાનું બંધ કર્યું હતું.

દરમિયાન હરેન્દ્ર સિંહ જાડેજાએ તેને કોરા ચેક પરત કર્યા ન હતા, જ્યારે મકાન પોતાના નામે કરાવી લીધા ઉપરાંત ૧૮ લાખ રૂપિયા ચૂકવવા પડશે તેવી માંગણી કરીને ધાક ધમકી અપાતાં આખરે જતીનભાઈ વિઠલાણીએ જામનગરના જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને સીટી બી. ડિવિઝન પોલીસની ટીમ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને જતીન વિઠલાણી ની ફરિયાદના આધારે હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬-૨,તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ ૫, ૩૯, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદના બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે, અને અન્ય વ્યાજખોરોમાં પણ દોડધામ થઈ છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!