સહજાનંદ ગૃપ – સુરત ના ચેરમેન સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ની મુલાકાતે પધાર્યા

મેડીકલ સાયન્સ ક્ષેત્રે “હ્રદયના સ્ટેન્ટ” બનાવતી વિશ્વની પ્રસિધ્ધ કંપની સહજાનંદ ગૃપ – સુરત ના ચેરમેન સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ની મુલાકાતે પધાર્યા
ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ના ચતુર્થ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે કાર્યક્રમનું પ્રમુખસ્થાન શોભાવનાર હોસ્પિટલના શુભેચ્છક તેમજ મેડીકલ સાયન્સ ક્ષેત્રે “હ્રદયના સ્ટેન્ટ” બનાવતી વિશ્વની પ્રસિધ્ધ કંપની સહજાનંદ ગૃપ – સુરત ના ચેરમેન અને શિક્ષણ તેમજ આરોગ્યક્ષેત્રે વિવિધ સેવાભાવી સંસ્થાઓને કરોડો રૂપિયાનું અનુદાન આપનાર એવા શ્રી ધીરજલાલ વી. ડોડિયા સાહેબ તા. ૬/૧/૨૦૨૩ ના રોજ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓશ્રીનું સંસ્થાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, મેડીકલ સુધી.શ્રી અને ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સદગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં “જીવન ચરિતામૃત’ ગ્રંથ, પુષ્પગુચ્છ તેમજ શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.હોસ્પિટલ માં ચાલતા તમામ વિભાગોની પ્રત્યેક્ષ મુલાકાત લઈને ખુબજ પ્રભાવિત થઈને નવા કાર્ડિયાક વિભાગ શરૂ કરવા માટે ઘણી મોટી રકમનું અનુદાન આપવાની તૈયારી બતાવી હતી. તેઓશ્રીએ ગુરૂકૃપા અન્નક્ષેત્રની મુલાકાત લઈને ભોજન પ્રસાદ પણ અહીંજ લીધેલ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300