મોરબી પત્રકાર એસો. દ્વારા સાર્થક વિદ્યામંદિરમાં સોશ્યલ મીડિયા અવેરનેશ-પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીનો સેમિનાર યોજાયો

મોરબી પત્રકાર એસો. દ્વારા સાર્થક વિદ્યામંદિરમાં સોશ્યલ મીડિયા અવેરનેશ-પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીનો સેમિનાર યોજાયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે પત્રકાર એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર એસોસિએશનના હોદેદારો અને સભ્યો દ્વારા વધતાં જતાં સોશ્યલ મીડિયાના વપરાશની વચ્ચે સોશ્યલ મીડિયા અવેરનેશની માહિતી આપવામાં આવી હતી તેમજ પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ઉપયોગી થાય તેવી માહિતી આપવામાં આવી હતી
આજના સમયમાં સોશિયલ મીડિયાનો યુવાનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયાનો અતિરેક ન થઈ જાય તેના માટે શું શું તકેદારી રાખવાની જરૂર છે તેની માહિતી આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઇ શુકલ દ્વારા મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, મંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ હરનીષભાઈ જોશી, સહમંત્રી ઋષિભાઈ મહેતા, ખજાનચી પંકજ સનારીયા, કારોબારીના સભ્ય સુરેશભાઈ ગોસ્વામી, પ્રવીણભાઈ વ્યાસ, અતુલભાઈ જોશી, જીગ્નેશભાઈ ભટ્ટ, રવિ ભડાણીયા, અલ્પેશ ગોસ્વામી અને આર્યન સોલંકી સહિતના હાજર રહ્યા હતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું
આ સેમિનારમાં મહેન્દ્રસિંહ જાડેજાએ સમાચાર મેળવવા અને રજૂ કરવા વિષેની માહિતી, હરનીષભાઈ જોશીએ સોશ્યલ મીડિયાના યુગમાં શું તકેદારી રાખવી, સુરેશભાઈ ગોસ્વામીએ સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે પણ અખબારોનું પ્રભુત્વ, પ્રવીણભાઈ વ્યાસએ પત્રકાર ક્ષેત્રે કામગીરી દરમ્યાન કેવા પડકારો આવે, અતુલભાઈ જોશીએ સોશ્યલ મીડિયામાં મુકાવી આડેધડ પોસ્ટની ભવિષ્યમાં કેવા પરિણામો આવી શકે, જીગ્નેશભાઈ ભટ્ટએ સોશ્યલ મીડિયામાં રચ્યા પચ્યા રહેવાના બદલે જિંદગી માણવા જેવી છે માટે સોશ્યલ મીડિયાનો અતિરેક કરવાને બદલે વધુમાં વધુ માણો તેવી ટકોર કરી હતી ત્યાર બાદ રવિ ભડાણીયાએ પત્રકારત્વનો અભ્યાસ કયા થઈ શકે અને પછી કેવી ભવિષ્ય છે તેની માહિતી આપી હતી
અંતમાં હિમાંશુભાઈ ભટ્ટે માહિતી આપતા મોરબી જીલ્લામાં જ સોશ્યલ મીડિયાના લીધે આવેલા માઠા પરિણામોનું દ્રષ્ટાંત સાથે વાત કરી હતી અને પત્રકારત્વનું ક્ષેત્રે બહારથી ગ્લોબલ લાગે છે જો કે, પત્રકારોને લોકો સુધી સાચા અને સચોટ સમાચાર પહોચડવા માટે કેટલા એલર્ટ રહેવું પડે છે ?, સમાચાર કેવી રીતે માહિતીના આધારે બનતા હોય છે ? પત્રકાર બનવું હોય તો કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે તેની વિગતવાર માહિતી આપી હતી અને આ માહિતીસભર સેમિનારથી સાર્થક વિદ્યામંદિરના ધો. ૧૧ અને ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને ઘણી બધી રસપ્રદ માહિતી મળી હતી અને છેલ્લે શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ દ્વારા મોરબી પત્રકાર એસોસિએશનના હોદેદારો અને સભ્યોનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300