ડો. કલામ ઈનોવેટિવ સ્કૂલ ના વિધાર્થીઓએ અમરેલીના ઈતિહાસમાં સર્વપ્રથમ, અમરેલી થી અમેરિકા “NASA” ની સ્પર્ધા જીતી.

ડો. કલામ ઈનોવેટિવ સ્કૂલ ના વિધાર્થીઓએ અમરેલીના ઈતિહાસમાં સર્વપ્રથમ, અમરેલી થી અમેરિકા “NASA” ની સ્પર્ધા જીતી.
Spread the love

ડો. કલામ ઈનોવેટિવ સ્કૂલ ના વિધાર્થીઓએ અમરેલીના ઈતિહાસમાં સર્વપ્રથમ, અમરેલી થી અમેરિકા “NASA” ની સ્પર્ધા જીતી.

અમરેલી. ડો. કલામ ઈનોવેટિવ સ્કૂલ ના વિધાર્થીઓએ અમરેલીના ઈતિહાસમાં સર્વપ્રથમ, અમરેલી થી અમેરિકા “NASA” ની સ્પર્ધા જીતી.
ડો.કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વની જાણીતી અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા નાસા દ્વારા આયોજિત એસ્ટ્રોઇડ (લઘુગ્રહ) સર્ચ કેમ્પેઈનમાં પ્રાપ્ત કરી અભૂતપૂર્વ સિદ્ધિ.
અમરેલીની ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ઠાકર મુસ્કાન વિશાલભાઈ ગોહિલ ભાર્વીબા સામતસિંહ તથા ગોહિલ અભિજીતસિંહ હિતેન્દ્રસિંહ એ ઇતિહાસ રચ્યો NASA દ્વારા આંતરરાષ્ટ્રીય અભિયાન હેઠળ સિટીઝન સાઇન્સ પ્રોજેક્ટ (Neo) માટે વિશ્વના નવ દેશોમાંથી 105 સ્પર્ધકોની કસોટી બાદ ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ ત્રણ એસ્ટ્રોઇડ લઘુગ્રહ શોધીને અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર અનેરી સફળતા પ્રાપ્ત કરી છે આ વિદ્યાર્થીઓએ ડો. કલામ ઈનોવેટિવ સ્કુલ તથા સમગ્ર અમરેલી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આ તકે શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા ગર્વની લાગણી અનુભવે છે.
અમરેલીની આ શાળા ના સંચાલકો નુ માનવુંછેકે અમરેલી ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના બાળકોમા ખૂબ ક્ષમતા રહેલી છે તેમને જો યોગ્ય માર્ગદર્શન અને સાચી દિશા મળેતો આ વિધાર્થીઓ પોતાની ક્ષમતા અને કૌશલ્યના જોરે વિશ્વનાં કોઇપણ દેશના વીદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં ભાગ લઈ અને અને પોતાને સાબિત કરવા અને અમરેલીને ગૌરવ અપાવવા સક્ષમછે. ડૉ. કલામ ઈનોવેટિવ સ્કૂલ ના આત્રણ વીદ્યાર્થીઓ તેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શાળાના સંચાલકોને આસિદ્ધિ વિશે પૂછતા તેમણે જણાવ્યું કે અમે વીદ્યાર્થીઓને શાળા કક્ષાએ આજ સુધી અમરેલીમા ક્યારેય ના યોજાઈ હોઈ તેવી વિજ્ઞાનક્ષેત્ર ની 5 નેશનલ ઇવેન્ટ અને વૈજ્ઞાનિકો સાથે સીધો વાર્તાલાપ અને કામ કરવાની તક આપી અને સાથે વીદ્યાર્થીઓ ને આ દિશામાં પ્રેરિત કર્યા અને યોગ્ય વાતાવરણ નુ નિર્માણ કર્યું અને પરિણામ આપની સામેછે.ડો. કલામ સાહેબ ના સ્વપ્નની વિચારધારા પર ચાલનારી આ શાળા માં અમે વિધાર્થીઓને સ્વપન જોવાની સાથે સ્વપનને સાચી દિશા આપવામાટે અને તેને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ અને સાથે કટિબદ્ધ છીએ.આ વિદ્યાર્થીઓને અમરેલીના યુવા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પણ અભીનંદન આપતા જણાવ્યું કે આ સમગ્ર અમરેલીએ ગૌરવ લેવા જેવી સિદ્ધિછે. અને આ વિદ્યાર્થીઓ પર ચારે તરફથી અભીનંદન પ્રાપ્ત થઈ રહ્યા છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230108_193337.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!