ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ

લાઠી શહેરમાંથી ત્રણ ઇસમોને ઈંગ્લીશ દારૂની બોટલો સાથે પકડી પાડતી લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ…….
પોલીસ અધિક્ષક હિમકરસિહ અમરેલીનાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પ્રોહિ લગત ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે. વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક જે.પી.ભંડારી અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે લાઠી પો.સબ.ઈન્સ. પી.એ.જાડેજા તથા લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન લાઠી ટાઉન વાલ્મિકી વાસથી ભુરખીયા જવાના રસ્તે પ્રતાપભાઈ ગીગાભાઈ ડેરની વાડીએથી મજકુર ત્રણેય ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૩ કાચની મેકડોવેલ્સ નં.૦૧ કંપનીની કલેક્શન વ્હીસકી ઓરીઝનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી બનાવટની કંપની રીંગપેક ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૩ ની કિ.રૂ.૩૧,૧૨૫/- તથા ત્રણ મોબાઈલની કુલ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૬,૧૨૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પકડાયેલ ત્રણેય ઈસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત:-*
(૧) પ્રતાપભાઈ ગીગાભાઈ ડેર ઉ.વ.૩૯ ધંધો ખેતી રહે.લાઠી, વાલમીકિવાસ પાસે ભુરખીયા રોડ તા.લાઠી જી.અમરેલી, (૨) ભોલો ઉર્ફે મુકેશભાઈ સાર્દુળભાઈ પાડા ઉ.વ.૩૭ ધંધો.વેપાર રહે.લાઠી બગીચા પ્લોટ તા.લાઠી જી,અમરેલી (૩) ભાવેશભાઈ જગદીશભાઈ પરમાર રહે. રહે. હાલ લાઠી મીના પ્લાઝા તા.લાઠી જી.અમરેલી મુળ રહે. ઉંચડી તા.ધંધુકા જી.અમદાવાદ
પકડવાના બાકી આરોપીની વિગત
(૧) વિશાલ ઉર્ફે બચ્ચન ભુપતભાઈ બાખલકીયા રહે નાના રાજકોટ (૨) વિજય રવુભાઈ બોરીયા (કાઠી દરબાર) રહે. રાયપર જી.બોટાદ
પકડાયેલ મુદામાલ:-
(૧) ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ કંપનીની કલેક્શન વ્હીસકી ઓરીઝનલ ફોર સેલઇન પંજાબ ઓન્લી બનાવટની કંપની રીંગપેક ૭૫૦ એમ એલ.ની બોટલો નંગ-૮૩ ની કિ.રૂ.૩૧,૧૨૫/- તથા ત્રણ મોબાઈલની કુલ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૬,૧૨૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો…..
રીપોર્ટ:- ધર્મેશ મહેતા રાજુલા…..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300